GSTV
Gujarat Government Advertisement

યૂઝર્સને રાહત / વોટ્સએપની privacy policy ઉપર લાગી શકે છે મનાઈ, થશે વિસ્તૃત તપાસ

Last Updated on March 25, 2021 by

CCIએ બુધવારે ફેસબુકનું સ્વામિત્વ ધરાવતી મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ અપડેટ પ્રાઈવેસી પોલિસી અને સેવાની શરતો અંગે વિસ્તૃત તપાસના આદેશો આપ્યાં છે. કમિશનનું માનવું છે કે વોટ્સએપે પોતાની શોષણકારી અને બહિષ્કરણ આચરણના માધ્યમથી અધિનિયમની કલમ 4ની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. તેની વિસ્તૃત તપાસ થવી જોઈએ. CCIના મહાનિદેશક મામલાની તપાસ કરશે અને 60 દિવસની અંદર રિપોર્ટ આપશે.

શું છે CCIએ ?

CCIએ વોટ્સએપની નવી નીતિ ઉપર સુનવણી દરમયાન કહ્યું હતું કે, ભારતમાં કોઈ મજબુત પ્રતિદ્વંદિ ન હોવાના કારણે વોટ્સએપ યુઝર્સને તેની અનુકુળ વિકલ્પ દેવા નથી માગતી. તેને ડર જ નથી કે યૂઝર્સ ઘટી જશે. CCIએ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, યુઝરની અનૈચ્છિક સહમતિના માધ્યમથી ડેટા શેરિંગની હદ, અવકાશ અને અસરની ખાતરી કરવા માટે સંપૂર્ણ અને વિસ્તૃત તપાસ આવશ્યક છે. આયોગે જણાવ્યું હતું કે, વોટ્સએપની પોલિસી અને શરતો એવી છે કે, તેનો સ્વિકાર કરો પથી પ્લેટફોર્મને જ છોડી દો. તો વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું છે કે, CCIની સાથે વાતચીત કરવામાં આવશે. કંપની લોકોને વ્યક્તિગત સંવાદની એન્ડ ટૂ એન્ડ ઈન્ક્રિપ્શન અને પારદર્શિતાને લઈને પ્રતિબદ્ધ છે.

જાણો શું છે સમગ્ર મામલો ?

વોટ્સએપએ પ્રાઈવેસી પોલિસી હેઠળ યૂઝર્સને ધમકાવવાનું શરૂ કરી દીધા હતા કે જે લોકો તેની આ પોલિસીનો સ્વિકાર કરતા ન હતા. તેને 8 ફેબ્રુઆરીના રોજ એકાઉન્ટ બંધ થઈ જશે. વિરોધ થયા બાદ વોટ્સએપે ડેડલાઈન વધારીને 15 મે સુધીની કરી દીધી. પ્રાઈવેસી પોલિસીમાં વોટ્સએપે જણાવ્યું છે કે, તે કઈ પરિસ્થિતિઓમાં યૂઝર્સની જાણકારી ફેસબુક અને પોતાના બાકી પ્લેટફોર્મ ઉપર વ્યવસાય માટે ઉપયોગમાં લેશે.

નવી નીતિ લાગુ કરવા ઉપર મનાઈ

આ પહેલા વોટ્સએપની નવી નીતિ સામે થયેલી અરજી ઉપર શુક્રવારે કેન્દ્ર સરકારે દિલ્લી હાઈકોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. સૂચના અને પ્રૌદ્યોગિકિ મંત્રાયના મુખ્ય ન્યાયાધીશ ડીએન પટેલ અને ન્યાયમૂર્તિ જસમીત સિહની પીઠે જણાવ્યું છે કે વોટ્સએપની આ નવી નીતિ લાગુ કરવાથી રોકવામાં આવે. કેન્દ્રના જવાહ બાદ હાઈકોર્ટે આ કેસમાં આગામી સુનવણી 20 એપ્રિલના રોજ રાખી છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો