Last Updated on March 25, 2021 by
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગુરૂવારે કહ્યુ હતું કે, અમે સાર્વજનિક ક્ષેત્રની બેંકોના ખાનગીકરણને લઈને સરકારની સાથે ચર્ચામાં છીએ. આ સંદર્ભમાં પ્રક્રિયા આગળ વધી રહી છે. શક્તિકાંત દાસે એક કોન્ક્લેવના કાર્યક્રમમાં કહ્યુ હતું કે, અમે સાર્વજનિક ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણને લઈને સરકારની સાથે ચર્ચા કરી રહ્યા છીએ અને આ સંદર્ભમાં પ્રક્રિયા ખૂબ ઝડપી થઈ રહી છે.
ફાસ્ટટ્રેક પર છે પ્રક્રિયા
સરકારી બેંકોનું પ્રાઈવેટાઈઝેશન ફાસ્ટ ટ્રેક પર છે. નીતિ આયોગે બેંકના ખાનગીકરણ પર રિપોર્ટ તૈયાર કરી લીધો છે. તેમાં પ્રથમ તબક્કામાં બેંકોના નામની પસંદગી થશે. કેન્દ્ર સરકારે ચાર બેંકોને શોર્ટ લિસ્ટ કરી છે. કહેવાય છે કે, તેમાં બે બેંકોનું ખાનગીકરણ આગામી વર્ષે કરવામાં આવશે. પ્રાઈવેટાઈઝેશનની યાદીમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈંડિયન ઓવરસીઝ, બેંક ઓફ ઈન્ડિયા અને સેન્ટ્રલ બેંકનું નામ છે. જો કે, તેને લઈને હજૂ કોઈ ફાઈનલ નિર્ણય લેવાયો નથી. તો વળી બીજી બાજૂ નીતિ આયોગે અમુક સરકારી બેંકોનું ખાનગીકરણની યોજનામાંથી બહાર રાખી છે. તેમાં પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક, કૈનરા બેંક, બેંક ઓફ બરોડા, અને એસબીઆઈ શામેલ છે. આ બેંક કંસોલિડેશનના છેલ્લા રાઉન્ડનો ભાગ હતી. આપને જણાવી દઈએ કે, સરકારે ઓગસ્ટ 2019માં 10 બેંકોનું 4 બેંકમાં વિલય કર્યો હતો. તેનાથી દેશમાં સરકારી બેંકોની સંખ્યા 27થી ઘટીને 12 થઈ ગઈ હતી.
આપને જણાવી દઈએ કે, સરકારે બજેટમાં બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. આગામી વર્ષે બે અન્ય બેંકોના ખાનગીકરણની તૈયારી થઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 2021-22નું બજેટ રજૂ કરતી વેળાએ સાર્વજનિક ક્ષેત્રની બે બેંકો અને એક સાધારણ વિમા કંપનીના ખાનગીકરણની જાહેરાત કરી હતી.
બેંક યુનિયન કરી રહ્યા છે હડતાળ
આપને જણાવી દઈએ કે, સરકારના આ પ્રસ્તાવ બાદ બેંક યુનિયનો અને અલગ અલગ વિપક્ષી પાર્ટીઓ દ્વારા વિરોધ સહન કરવાનો વારો આવ્યો છે. હાલમાં જ બેંક યુનિયન દ્વારા 15 અને 16 માર્ચના રોજ ખાનગીકરણના વિરુદ્ધમાં બે દિવસીય દેશવ્યાપી હડતાળનું આહ્નાન કર્યુ હતું. તથા આગામી સમયમાં પણ ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શનની ચિમકી આપી છે. જોકે આ ખાનગીકરણથી ગ્રાહકોને કોઈ નુકસાન નહીં થાય તેવું જાણકારો કહી રહ્યા છે. બેંકની સર્વિસ પહેલાની માફક જ ચાલુ રહેશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31