Last Updated on March 25, 2021 by
દેશમાં સતત બેન્કિંગ ફ્રોડના મામલા સામે આવી રહ્યા છે. આજકાલ છેતરપિંડી કરવા વાળા ફોર્ડ કરવા માટે નવી-નવી રીતે ગ્રાહકોને પોતાના જાળમાં ફસાવી રહ્યા છે. આ પ્રકારના ફ્રોડથી બચવા માટે દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેંકે પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે. આ ક્રમમાં બેંકે એક ટ્વીટ કરી પોતાના કરોડો ગ્રાહકોને એલર્ટ રહેવાની અપીલ કરી છે. સાથે જ આ પ્રકરના ઓનલાઇન ફ્રોડથી બચવાની રીત જણાવી છે.
SBIએ ટ્વીટ કરી જાણકારી આપી
SBIએ પોતાના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરી જણાવ્યું કે ગ્રાહક ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધા અને ડેબિટ કાર્ડ સુવિધાને એક્ટિવ કરવા માટે કોઈ પણ SMS, એપ અથવા મોબાઈલ નંબર પર પર્સનલ ડીટેલ , આધાર નંબર અને ઈ-કેવાયસી ડીટેલ શેર ન કરે. SBIએ જણાવ્યું કે, ગ્રાહકોએ બેન્ક સાથે જોડાયેલી સેવાની જાણકારી માટે હેલ્પલાઇન નંબર અથવા વેબસાઈટનો ઉપયોગ કરી શકો છો.
બેંકે કહ્યું કે, ફ્રોડ ગ્રાહકોને ફેક ઈ-મેઇલ્સ, SMS, લિંક મોકલી રહી છે. આ પ્રકારના ભ્રામક અને ફેક સંદેશના બહેકાવમાં ન આવો. આ પ્રકરની ઘટના થવા પર તાત્કાલિત બેન્ક અને લોકલ પોલીસને સૂચિત કરો.
ટોલ ફ્રી નંબર પર કરો ફોન
એસબીઆઈએ કસ્ટમર્સ કેરનો નંબર પણ જારી કર્યો છે. કોઈ પણ જાણકારી મારે કસ્ટમર કેર નંબર્સ 1800-11-2211, 1800-425-3800 અથવા 080-26599990 પર સંપર્ક કરો બેન્ક સાથે જોડાયેલી કોઈ પણ જાણકારી લઇ શકો છો.
બેન્કિંગ સર્વિસ માટે અધિકારીક પોર્ટલનો ઉપયોગ કરો
SBI ઓનલાઇન બેન્કિંગની સર્વિસનો ઉપયોગ કરવા વાળા ગ્રાહક બેન્કના અધિકારીક પોર્ટલ દ્વારા બેન્કિંગ સર્વિસનો લાભ લઇ શકે છે. SBIએ જણાવ્યું કે અધિકારીક પોર્ટલ દ્વારા કોઈ પણ બેન્કિંગ સેવાઓનો લાભ લઇ શકે છે. એવું નહિ કરવા પર બેન્કિંગ ફ્રોડના શિકાર થઇ શકો છો.
સાયબર ક્રાઈમ પોર્ટલ પર કેવી રીતે દાખલ કરશો ફરિયાદ
આ બીજા વિકલ્પો દ્વારા ફરિયાદ નોંધવા માટે તમારા રાજ્યનું નામ,લોગીન આઈડી, મોબાઇલ નંબર અને ઓટીપી નાખવો પડશે. જો તમે નવા યુઝર છો, તો તમે આ પોર્ટલ પર સૌથી પહેલાં તમારા પોતાનું રજીસ્ટ્રેશન કરો. નવા યુઝર તરીકે રજીસ્ટ્રેશન કરાવવા માટે તમાટે મોબાઇલ નંબર આપવો પડશે. ત્યાર બાદ તમારા મોબાઇલ નંબર પર એક OTP આવશે. તે સબમિટ કર્યા પછી રજિસ્ટરનું કામ પૂર્ણ કરો. તે પછી તમે તમારી ફરિયાદ દાખલ કરો. આ કામ માત્ર થોડી જ મિનિટમાં થઇ જશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31