Last Updated on March 25, 2021 by
રાજસ્થાનના અલવર જિલ્લામાંથી એક એવી તસ્વીર સામે આવી છે, જેને જોઈને સૌ કોઈની આંખો નમ થઈ જાય છે. અલવર જિલ્લાના ભિવાડીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક પિતા પોતાના 8 વર્ષના બાળકના શબને ઉપાડીને ચાલતો જઈ રહ્યો છે. આ દરમિયાન એક પોલીસ કર્મી ત્યાંથી પસાર થાય છે અને તેની મદદે આવે છે. આ ઘટના બાદ પોલીસ કર્મી એક ઓટો રિક્ષાને રોકાવે છે અને તે પિતાને તેમાં બેસાડીને ગામ જવા માટે રવાના કરે છે.
લાચાર પિતા મૃત બાળકને તેડીને ચાલવા લાગ્યો
વીડિયોમાં એક વ્યક્તિ પોતાના દિકરાને ખોળામાં ઉપાડીને ચાલતો દેખાઈ રહ્યો છે. જ્યારે આસપાસના લોકોએ બાળક કેમ લટકતુ લઈને જઈ રહ્યો છે, આ વ્યક્તિએ બતાવ્યુ કે, તેનો 8 વર્ષનો દિકરો મૃત્યુ પામ્યો છે. આ વ્યક્તિ અલવરના મુણડાવર પાસેના ઘાટલા પડિસલ ગામનો રહેવાસી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, બાળકને હાર્ટની સમસ્યા હતી, સારવાર માટે બાળકને ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, જ્યાં ડોક્ટર્સે બાળકને મૃત જાહેર કર્યો. હોસ્પિટલે એમ્બ્યુલન્સ પણ ન આપી, તો એક લાચાર પિતા બાળકને ખોળામાં ઉપાડીને ગામ જવા માટે રવાના થઈ ગયો.
હોસ્પિટલે હાથ ખેંચરી લીધા
આ ઘટના બાદ હોસ્પિટલ સત્તાવાળાએ બાળકને મૃત અવસ્થામાં આવ્યું હતું. તેથી બાળકને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યુ નહીં. ત્યાર બાદ તેના પિતા તેને લઈને નિકળી ગયા.પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, એએસઆઈ વિજયવીરને ભગત સિંહ કોલોની પાસે ઘટનાની જાણ આપી હતી. ત્યાર બાદ તે તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા અને પિતા સાથે વાત કરીને તેની મદદ કરી. જો કે, પિતાએ પૈસા લેવાની ના પાડી. ત્યાર બાદ એએસઆઈએ એક ઓટો રોકાવી અને પિતાને ગામડે પહોંચવાની વ્યવસ્થા કરાવી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31