Last Updated on March 25, 2021 by
જયારે વાત આવે છે બૉલીવુડની સૌથી ફિટ અને કોન્સસ સેલિબ્રિટીની તો એમાં શિલ્પા શેટ્ટીનું નામ લિસ્ટમાં સૌથી ઉપર આવે છે. શિલ્પા શેટ્ટીનો પોતાનો હેલ્થ એપ પણ છે. અને તે સોશિયલ મીડિયા પર પણ ફિટનેસને લઇ અલગ-અલગ ટિપ્સ ફેન્સ સાથે શેર કરતી રહે છે. શિલ્પાની ફિટનેસમાં યોગનો ખુબ મોટો હાથ છે અને તે અલગ અલગ આસાન કરતી રેખાતી રહે છે.
શિલ્પાએ શેર કર્યો યોગ વિડીયો
ગયા દિવસોમાં શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે યોગના 3 અલગ અલગ આસાન કરતી જોવા મળી તે આસાન છે
- એક હસ્ત ઉત્થાન ચતુરંગ દંડાસન (Low Plank Pose)
- વશિષ્ઠાસન (Side Plank Pose)
- ઉત્થાન ચતુરંગ દંડાસન (Plank Pose)
ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરતા શિલ્પાએ લખ્યું, યોગના આ 3 આસનોનું શક્તિશાળી સંયોજન કાંડા, હાથ અને ખભાને મજબૂત કરવામાં મદદ કરે છે. આ કોર સ્ટ્રેન્થ એટલે અંધૃણિ તાકાત બનાવે છે, શરીરના સંતુલનને બનાવી રાખવામાં મદદ કરે છે, વ્યક્તિની એકાગ્રતામાં સુધાર કરે છે અને હાથોને ટોન કરવામાં મદદ કરે છે. આ એક એવું આસન છે જે પ્રભાવી રીતે આખા શરીર પર કામ કરે છે.
આ ત્રણ આસનોના શું-શું છે ફાયદા
યોગના આ ત્રણ આસનોના ફાયદાની વાત કરીએ તો ઉત્થાન ચતુરંગ દંડાસન અને એક હસ્ત ચતુરંગ દંડાસન આ બંને આસાન તમારા કરોડરજ્જુને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને બંને બાજુના સ્નાયુઓ પર પણ કામ કરે છે. સાથે જ આ આસન પેટની ચરબી અંદર કરવામાં પણ મદદ કરે છે., પોસ્ચર માટે પણ આ આસન ખુબ ફાયદાકારક છે, ત્યાં જ વશિષ્ઠાસનની વાત કરીએ તો આ આસન તમારા પેટ સાથે હાથ અને પગના સ્નાયુઓ પર પણ કામ કરે છે. અને પીઠને પણ સ્ટ્રેચ કરવામાં મદદ કરે છે. કુલ ભેળવીને જોઈએ તો આ ત્રણ આસાન તમારા બેલીને ટોન કરવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.
આ લોકોએ ન કરવા જોઈએ આ આસન
જો કે કોઈ પણ આસન ટ્રાય કરવા પહેલા કોઈ એક્સપર્ટની સલાહ જરૂર લેવો. જો ખભા, કોણી અથવા કાંડામાં કોઈ ઇજાથી પીડિત છો અથવા તમારા પગમાં ઇજા થઇ છે તો આ આસન ન કરો. જે લોકોને બ્લડ પ્રેસરની સમસ્યા છે તેઓ એ પણ આ આસન કરવું જોઈએ નહિ.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31