Last Updated on March 25, 2021 by
માર્ચ એન્ડિંગનાં કારણે બેંકોમાં દર વર્ષે હિસાબ-કિતાબની કામગીરી થતી હોય છે, છતાં બેંકો બંધ નથી રહેતી. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર એવા મેસેજ વાયરલ થઇ રહ્યાં છે કે માર્ચ એન્ડિંગ હોવાના કારણે સતત 6 દિવસ સુધી બેંકો બંધ રહેવાની છે. સોશિયલ મીડિયા પર જાણ્યા-સમજ્યા વિના આ પ્રકારના બિનજરૂરી મેસેજ વાયરલ થવાના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે.
બેંકને લગતા તમામ કામો થશે
જણાવી દઇએ કે તમામ બેંકોમાં માર્ચ એન્ડિંગના કારણે સમગ્ર વર્ષનો હિસાબ-કિતાબ મેળવવા માટે કામગીરી કરવામાં આવશે. જો કે આ દરમિયાન સામાન્ય નાગરિકો માટે બેંકને લગતા કામ જેવા કે રોકડ ઉપાડ, ચેક ક્લિયરિંગ, મની ટ્રાન્સફર, પાસબુક પ્રિન્ટીંગ, નવા એકાઉન્ટ ખોલવા, એકાઉન્ટ બંધ કરવા વગેરે કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે.
કેટલા દિવસ બંધ રહેશે બેંકો?
આ વર્ષે 27 માર્ચે ચોથો શનિવાર છે, તે બાદ 28 માર્ચે રવિવારની રજા છે 29 માર્ચે સોમવારે ધુળેટીની રજા છે. તે બાદ 30 અને 31 માર્ચે બેંકો રાબેતા મુજબ ચાલુ રહેશે. સામાન્ય નાગરિકો તેમના બેંકને લગતાં તમામ કામો પૂરા કરી શકશે. 31 માર્ચના રોજ બેંકો તેમના હિસાબ-કિતાબ ક્લિયર કરશે. 1 એપ્રિલે બેંક એન્યુઅલ મુબજ બંધ રહેશે. તે સિવાય બેંકો ચાલુ જ રહેશે.
જણાવી દઇએ કે બેંકો સ્પષ્ટતા કરીને થાકી ગઇ છે થતાં સોશિયલ મીડિયા પર 27,28,29,31 માર્ચે અને 1, 3, 4 એપ્રિલે રજા હોવાના મેસેજ વાયરલ થઇ રહ્યાં છે. જેના કારણે બેંકમાં પોતાના જરૂરી કામ વહેલી તકે પૂરા કરવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31