Last Updated on March 25, 2021 by
લેબર મિનિસ્ટર સંતોષ ગંગવારે લોકસભામાં સપ્તાહમાં ચાર વર્કિંગ ડેને લઇ સરકારની સ્થિતિ સાફ કરી. તેમણે કહ્યું કે, કેન્દ્રીય કર્મચારીઓને લઇ સપ્તાહમાં વર્કિંગ ડે અને એક સપ્તાહમાં 40 કામના કલાકને લઇ હાલ સરકારની કોઈ યોજના નથી. હજુ એના પર કોઈ પ્રસ્તાવ લાવવાનો વિચાર નથી.
સંતોષ ગંગવારે કહ્યું કે, કામના કલાક, કામના દિવસ, છુટ્ટીને લઇ હજુ નિર્ણય સેન્ટ્રલ પે કમિશન તરફથી લેવામાં આવે છે. ચોથા વેતન આયોગની ભલામણ મુજબ નાગરિક પ્રશાસનિક કાર્યાલયના કેન્દ્રીય કર્મચારી માટે સપ્તાહમાં પાંચ દિવસ અને રોજ આધારમાં સાઢા આઠ કલાક કામ કરવું જરૂરી છે. સાતમના સેન્ટ્રલ પે કમિશને પણ પોતાની સલાહમાં કહ્યું કે આ નિયમ હાલ જારી કરવામાં આવી શકે છે. શ્રમ કાનુનોમાં સુધાર માટે કુલ 44 પ્રકારના જુના શ્રમ કાયદાને ચાર કોડ્સમાં સમાહિત કરવામાં આવ્યા છે અને લાગુ કરવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. નવો લેબર કોડ 1 એપ્રિલ 2021થી લાગુ કરવામાં આવી શકે છે.
1 એપ્રિલથી લાગુ થશે ચાર લેબર કોડ
મોદી સરકારે ચાર લેબર કોડ રજૂ કર્યા છે. આ કોડ્સને લાગુ કરવા દેશના મજૂર બજારમાં સુધારેલા નિયમો અને કાયદાઓનો નવો રાઉન્ડ શરૂ થશે. ડ્રાફ્ટની અંતિમ પ્રક્રિયા થતાં કર્મચારીઓને અઠવાડિયામાં ચાર કામકાજ અને તેની સાથે ત્રણ દિવસની રજા આપવાનો વિકલ્પ રહેશે. આ સિવાય, મંત્રાલય અસંગઠિત ક્ષેત્રમાં શ્રમિકોની નોંધણી અને કલ્યાણ માટે ઇન્ટરનેટ-પોર્ટલ તૈયાર કરી રહ્યું છે. અધિકારીઓ અનુસાર આ પોર્ટલ જૂન સુધીમાં તૈયાર થઈ શકે છે. આ પોર્ટલ પર અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે નોંધણી અને અન્ય સુવિધાઓ પ્રદાન કરી શકાય છે. લેબર સેક્રેટરી અપૂર્વા ચંદ્રાએ કહ્યું હતું કે નવા આવનારા નિયમો સપ્તાહમાં પૂર્ણ કરી લેવામાં આવશે. શ્રમ મંત્રાલયે 1 એપ્રિલથી આ ચાર કોડ લાગુ કરવાની યોજના બનાવી છે.
નવા લેબર કોડની ખાસ વાત
- જો કોઈ કર્મચારી દિવસમાં 8 કલાકથી વધુ અથવા સપ્તાહમાં 48 કલાકથી વધુ સમય માટે કામ કરે છે, તો તેને સામાન્ય પગાર કરતાં ઓવરટાઇમનો બેગણો પગાર મળશે.
- નવા લેબર કોડના ડ્રાફ્ટમાં કર્મચારીઓના કામના કલાકો દિવસના 12 કલાક સુધી કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. અગાઉ આ સમયગાળો 9 કલાકનો હતો અને તેમાં એક કલાકનો આરામ પણ શામેલ હતો.
- ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ અને વર્કિંગ કન્ડિશનના નામથી તૈયાર કોડમાં સરકારે કહ્યું છે કે કંપનીઓને દિવસમાં 12 કલાક કામના કલાકો રાખવા દેવા જોઈએ.
- આટલું જ નહીં, ઓવરટાઇમની ગણતરી અંગે પણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જો કોઈ કર્મચારી 15 થી 30 મિનિટ કામ કરે છે, તો તે સંપૂર્ણ 30 મિનિટ તરીકે ગણાશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31