Last Updated on March 24, 2021 by
આવકવેરા વિભાગે તમામ પાનકાર્ડને આધાર સાથે લીંક કરવું અનિવાર્ય કરી દીધું છે. એ માટે જો તમે હજુ સુધી તમારા પાનકાર્ડને આધાર સાથે લીંક નથી કર્યું તો એલર્ટ થઈ જાઓ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે પાન અને આધાર લિંકિંગની છેલ્લી તારીખ 31 માર્ચ, 2021 નક્કી કરી છે. હવે તેમાં માત્ર થોડા જ દિવસો રહ્યાં છે. જો તમે 31 માર્ચ પહેલા આ કામ નહીં કરો તો તમારૂ પાન કાર્ડ બેકાર થઈ જશે. આવી સ્થિતિમાં તમારે આવકવેરાની અધિનિયમની કલમ 272 બી હેઠળ 10, 000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. તે માટે તમામ પાનકાર્ડ ધારકો સ્ટેટસની તપાસ કરીને આધાર સાથે જલ્દી લીંક કરાવવું જોઈએ.
આવી રીતે સ્ટેટસ જુઓ
- સૌથી પહેલા આવકવેરા વિભાગની ઓફિશીયલ વેબસાઈટ ઉપર જાઓ.
- ત્યાં લખેલા ક્વિક લિંકના વિકલ્પમાં લિંક આધાર ઉપર ક્લીક કરો.
- નવા ખુલેલા પેજની ઉપરની તરફ હાઈપરલીંક હશે. જે પેલા જ આધાર લિંકની અરજીની જાણકારી હશે
- આ હાઈપરલીંક ઉપર ક્લીક કરીને તમારે પાન અને આધાર કાર્ડની ડિટેઈલ ભરવાની રહેશે.
- તે બાદ વ્યુલિંક આધાર સ્ટેટસ ઉપર ક્લીક કરો. તમને જાણવા મળી જશે કે તમારૂ આધાર અને પાન લીંક છે કે નહીં.
આધારકાર્ડને પાનકાર્ડ સાથે લીંક કરવાની રીત
- તમારા ફોનમાં કેપિટલ લેટરમાં આઈડીપીએન ટાઈપ કરીને પછી સ્પેસ આપીને આધાર નંબર અને પાન નંબર લખો.
- આ મેસેજને 567678 કે 56161 ઉપર મોકલી દો.
- તે બાદ આવકવેરા વિભાગના બંને દસ્તાવેજોને લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરી દેશે.
- આવકવેરા વિભાગની ઓફિશીયલ વેબસાઈટ ઉપર ક્વિક લિંક વિકલ્પમાં લિંક આધાર ઉપર ક્લીક કરો.
- જો તમારૂ એકાઉન્ટ નહીં બન્યું હોય તો પહેલા રજીસ્ટ્રેશન કરો. અહીંયા તમારે પાન, આધાર નંબર અને નામ ભરવાનું રહેશે. જેનો ઓટીપી સંબંધિત મોબાઈલ નંબર ઉપર આવશે.
- ઓટીપી ભર્યા બાદ તમને આધાર અને પાન લિંક થઈ જશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31