GSTV
Gujarat Government Advertisement

મહિલા ધારાસભ્યોનું ચીરહરણ અને જાહેરમાં તેમની સાડીઓ ખેંચી બ્લાઉઝમાં હાથ નખાયા, નીતિશ ધૃતરાષ્ટ્ર બની જોતા રહ્યાં

Last Updated on March 24, 2021 by

બિહાર વિધાનસભામાં મંગળવારે ભારે હંગામા બાદ રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ રાજ્ય સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. રાબડી દેવીએ ટ્વિટ કરતા નિતિશ કુમારને ટોણો માર્યો અને તેમની સરખામણી મહાભારતના ધૃતરાષ્ટ્ર સાથે કરી હતી. રાબડી દેવીએ ટ્વિટ કરી કે,‘વિધાનસભામાં મહિલા ધારાસભ્યોનું ચીરહરણ થતું રહ્યું. જાહેરમાં તેમની સાડીઓ ખેંચવામા આવી, તેમને બ્લાઉઝમાં હાથ નાંખી ખેંચવામા આવી, અમાનવીય રીતે દુર્વ્યવહાર કરાયો અને નગ્નતાની પરાકાષ્ટા પાર કરી ચૂકેલા નિતિશ કુમાર ધૃતરાષ્ટ્ર બની જોતા રહ્યાં. સત્તા તો આવશે અને જશે પણ ઈતિહાસ તમને માફ નહીં કરે.’

નિતિશ કુમારજીને જાણ હોવી જોઈએ સરકારો બદલાય છે

બીજી તરફ વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે પ્રેસ કોન્ફરન્સ કરી મુખ્યમંત્રી પર પ્રહાર કરતા કહ્યું કે,‘નિતિશ કુમારજીને જાણ હોવી જોઈએ સરકારો બદલાય છે. કાલે વિધાનસભાની અંદર ધારાસભ્યો સાથે જે દુર્વ્યવહાર અને મારામારી થઈ. તે અંગે નિતિશ માફી નહીં માંગે તો અમે આગામી સંપૂર્ણ 5 વર્ષના કાર્યકાળ દરમિયાન વિધાનસભાના તમામ સત્રનો બહિષ્કાર કરી શકીએ છીએ. નિર્લજ કુમારજીએ તમામ મર્યાદા ગુમાવી દીધી છે.’

વિપક્ષના ધારાસભ્યોએ આજે આંખો પર કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો

બિહાર વિધાનસભામાં હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો, વિપક્ષના ધારાસભ્યોએ આજે આંખો પર કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો. તેમણે જણાવ્યું કે, ‘સરકારે પણ આ જ રીતે આંખે કાળી પટ્ટી બાંધી રાખી છે. જ્યાંસુધી મુખ્યમંત્રી-ડીએમ માફી નહીં માંગે ત્યાંસુધી અમે પણ વિધાનસભાનો બહિષ્કાર કરીશું.’ વિપક્ષે મંગળવારે હંગામા બાદ ધક્કા-મુક્કી કરનાર સુરક્ષાકર્મીઓ અને અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી કાર્યવાહી કરવા માંગ કરી છે.

સરકાર પર તાનાશાહી કરતા વિપક્ષી ધારાસભ્યોએ ચેતવણી આપી

 વિપક્ષે નિતિશ સરકાર વિરુદ્ધ નારેબાજી પણ કરી હતી. સરકાર પર તાનાશાહી કરતા વિપક્ષી ધારાસભ્યોએ ચેતવણી આપી કે, ગૃહને બિનલોકતાંત્રિક ઢબે ચલાવવાનો પ્રયાસ કરાયો તો તેઓ આ મુદ્દે જબરદસ્ત વિરોધ કરશે. આરજેડી ધારાસભ્ય ડબ્લૂ સિંહે કહ્યું કે,‘જ્યાંસુધી પટણાના સિનિયર એસપી, ડીએમ સહિત તમામ પોલીસકર્મીઓને ડિસમિસ ના કરાય ત્યાંસુધી ગૃહનો બહિષ્કાર કરાશે. ગૃહમાં 5 વર્ષ સુધી વિપક્ષ ગેરહાજર રહેશે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો