GSTV
Gujarat Government Advertisement

બિહારમાં તેજસ્વી અને તેજપ્રતાપ યાદવ સાથે 3000 કાર્યકરો સામે નોંધાઈ 2 ફરિયાદ, આ કલમો લગાવાતાં આરજેડી ભરાઈ

Last Updated on March 24, 2021 by

બિહારમાં મુખ્ય વિપક્ષી દળ આરજેડીના નેતા તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ વિરુદ્ધ પટણાના 2 પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે. આ ઉપરાંત પક્ષના અન્ય નેતાઓ ઉપરાંત 3 હજાર જેટલા કાર્યકરો વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામા આવ્યો છે. તેમની પર હિંસા ફેલાવવા અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. બીજી તરફ આરજેડીએ કહ્યું કે- પોલીસે નેતાઓ અને કાર્યકરો પર કારણ વગર લાઠીચાર્જ કર્યો હતો.

વિધાનસભાનો ઘેરાવ કરવાનું આયોજન કરાયું હતું

બુધવારે આરજેડી નેતાઓએ વિધાનસભામાં શેડો એસેમ્બલીનું આયોજન કર્યું હતું. જેમાં વિપક્ષી નેતાઓએ માર્શલ એક્શન મુદ્દે મુખ્યમંત્રી નિતિશ કુમારને જવાબદાર ઠેરવતા માફી માગવાની માંગ કરી હતી. આરજેડી દ્વારા મંગળવારે પોલીસ અધિનિયમ બિલ 2021ના વિરોધમાં વિધાનસભાનો ઘેરાવ કરવાનું આયોજન કરાયું હતું.

આરજેડી કાર્યકરોએ પથ્થરમારો કર્યો હોવાનો આરોપ

તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ પદયાત્રાનું નેતૃત્ત્વ કરી રહ્યાં હતા, જે હિંસક બની હતી. પોલીસે આરજેડી કાર્યકરોએ પથ્થરમારો કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં પોલીસકર્મીઓ અને પત્રકારો ઈજાગ્રસ્ત થયા હતા. જે પછી તેજસ્વી અને તેજપ્રતાપ સહિતના નેતાઓ-કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો