GSTV
Gujarat Government Advertisement

ઈજિપ્તની સ્વેજ નહેરમાં ફસાયું ચીનથી જઈ રહેલું વિશાળકાય કંટેનર શિપ, સમૂદ્રમાં લાંબો ટ્રાફિકજામ

Last Updated on March 24, 2021 by

ઈજિપ્તની સ્વેજ નહેરમાં એક વિશાળકાય કંટેનર શિપના કારણે બ્લોક થઈ ગઈ છે. આ કંટેનર જહાજ ચીનથી માલ લઈને જઈ રહ્યું હતું. સ્વેજ નહેરમાં એવર ગિવન નામનું આ વિશાળકાય જહાજના ફસાઈ જવાથી ભીષણ ટ્રાફિક જામ લાગી ગયું હતું.

નિકળવામાં લાગી શકે છે આટલા દિવસોનો સમય

જણાવવામાં આવી રહ્યું છે કે, નિયંત્રણ ખોઈ દીધા બાદ આ કંટેનર જહાજ ફસાઈ ગયું હતું. જેનાથી સમૂદ્રમાં કાર્ગો વેસલ્સના લાંબો જામ લાગી ગયો હતો. મંગળવારે સવારે સ્વેજ પોર્ટની ઉત્તરની નહેરને પાર કરતા સમયે 400 મીટર લાંબુ અને 59 મીટર પહોડુ જહાજ ફસાઈ ગયું છે. તેને કાઢવા માટે મોટા પ્રમાણમાં ટગબોટ્સને તૈનાત કરવામાં આવી છે. ટગબોટ્સ જહાજોને ધક્કો દેવા માટે હોય છે. જો કે એવી આશંકા સેવામાં આવી રહી છે કે આ કંટેનર શીપને કાઢવા માટે ઘણા દિવસોનો સમય લાગી શકે છે. જણાવી દઈએ કે, 193.3 કિલોમીટર લાંબી સ્વેજ નહેર ભૂમધ્ય સાગરને લાલ સાગર સાથે જોડે છે.

જહાજોનો લાંબો ટ્રાફિક

કંટેનર શીપ ફસાઈ જવાના કારણે લાલ સાગર અને ભૂમધ્ય સાગરના કિનારા ઉપર મોટી સંખ્યામાં જહાજોનો જામ થઈ ગયો છે. આ નહેરના રસ્તા ઉપર દરરોજ હજારોની સંખ્યામાં નાના-મોટા જહાજો યુરોપથી એશિયા અને એશિયાથી યુરોપ સુધી જાય છે. લાંબા સમય સુધી આ રસ્તો બંધ રહેવાથી પરેશાની થઈ શકે છે અને જહાજોને સમગ્ર આફ્રિકા મહાદ્વિપનો ચક્કર લગાવીને હવે યુરોપ સુધી જવુ પડશે.

તોફાનના કારણે નિયંત્રણ ગુમાવ્યું

કંટેનર શીપ એવર ગિવેન પનામાનું જહાજ છે. આ જહાજને 2018માં બનાવવામાં આવ્યું છે. જેને તાઈવાની ટ્રાન્સપોર્ટ કંપની એવરગ્રીન મરીન સંચાલિત કરે છે. કંટેનર શીપ ચીનથી માલ લઈને નેધરલેન્ડના પોર્ટ રોટરડૈમ માટે જઈ રહ્યું હતું અને તેને હિંદ મહાસાગરમાં યુરોપમાં જવા માટે સ્વેજ નહેરનો રસ્તો પસંદ કર્યો. પરંતુ મંગળવારની સવારે સ્થાનિક સમયાનુસાર આશરે 7.40 વાગ્યે સ્વેજ પોર્ટના ઉત્તરમાં ફસાઈ ગયો હતો.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે એવર ગિવેનના ચાલક દળે જણાવ્યું હતું કે, સ્વેજ નહેરને પાર કરતા સમયે આવેલા હવાના એક મોટો વાવાઝોડાના કારણે તેનુ શિપ વળી ગયું. બાદમાં જ્યારે તેને સીધો કરવાનો પ્રયાસ કર્યો તો તેણે નહેરની પહોળાઈમાં વળીને સમગ્ર ટ્રાફિકને જ બંધ કરી દીધો હતો.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો