GSTV
Gujarat Government Advertisement

ફોટોશૂટ ભારે પડ્યું/ લગ્ન માટે જતા કપલે ભીષણ પૂરની વચ્ચોવચ્ચ કપલે કરાવ્યું વેડિંગ ફોટોશૂટ, હેલિકોપ્ટરથી કરવા પડ્યા રેસ્ક્યૂ

Last Updated on March 24, 2021 by

ઓસ્ટ્રેલિયામાં પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દરેક કોઈ પોતાને પૂરથી બચાવવા માટે ઊંચાઈવાળા વિસ્તારોમાં પહોંચવાની પળોજળમાં પડ્યા છે. એ વચ્ચે એક સમાચાર બહુ ચર્ચિત છે જે વાંચીને દરેક હેરાન રહી જાય. જ્યારે લોકો પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત જગ્યા શોધી રહ્યા હતા ત્યારે એક કપલ પૂરની તબાહી વચ્ચે વેડિંગ ફોટોશૂટ કરાવવામાં વ્યસ્ત હતું.

ન્યૂ સાઉથ વેલ્સમાં છેલ્લા કેટલાક દિવસથી પૂરના પાણીએ તબાહી મચાવી

ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં છેલ્લા કેટલાક દિવસથી પૂરના પાણીએ તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં 18000 લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે.અહીં હાલત એટલી બધી ખરાબ છે કે રોડ રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. કેટલાય વૃક્ષો પડી ગયા છે. એવામાં લોકો કપલ કેટ ફોદેરિંધમ અને વાયને બેલ લગ્ન કરવા જઈ રહ્યા હતા. પરંતુ ત્યારે જ પૂર આવ્યું પરંતુ તેમણે શહેર પાર કરવું હતું. પૂરનું પાણી રસ્તા પર આવી જવાને કારણે તેઓ એ જગ્યા પર ફસાઈ ગયા હતા. દુલ્હને આ બાબતનો ફોટો સોશ્યલ મીડિયામાં પણ મુક્યો છે.

આ યુગલે પૂરના પાણી વચ્ચે જ વેડિંગ ફોટોશૂટ કરાવ્યુ

જોકે આ ભીષણ કુદરતી આપદા વચ્ચે આ યુગલનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. કારણકે આ યુગલે પૂરના પાણી વચ્ચે જ વેડિંગ ફોટોશૂટ કરાવ્યુ હતું. જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

લગ્ન કરવા માટે ચર્ચ જઈ રહ્યા હતા અને પૂરના પાણી ફરી વળ્યા

મળતી વિગતો પ્રમાણે કેટ ફોધરિંગમ અને વાયને બેલના લગ્ન થવાના હતા. તેઓ લગ્ન કરવા માટે ચર્ચ જઈ રહ્યા હતા અને પૂરના પાણી ફરી વળ્યા હતા. રસ્તા પર પાણી આવી જતા આ કપલ ફસાઈ ગયુ હતુ. જોકે એ પછી તેમણે આવી સ્થિતિમાં એક ફોટોશૂટ કરાવ્યું હતું અને જે ફોટો કેટ ફોધરિંગમે સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે.

હેલિકોપ્ટરથી રેસક્યૂ કરીને બચાવાયા

તેનુ કહેવુ હતુ કે, મને લાગ્યુ હતુ કે, લગ્ન માટે વેન્યૂ પર નહીં પહોંચી શકાય એટલે મેં રસ્તામાં જ મારા પતિ સાથે ફોટો શૂટ કરાવ્યુ હતુ.જોકે એ પછી હું ચર્ચ પર પહોંચી શકી હતી અને મેં લગ્ન કરી લીધા છે. મળતી વિગતો પ્રમાણે કેટ અને વાયને ફસાઈ ગયા બાદ એક હેલિકોપ્ટરે તેમને રેસ્ક્યુ કર્યા હતા અને ચર્ચ સુધી પહોંચાડ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો