GSTV
Gujarat Government Advertisement

IPL 2021 અંગે આવ્યાં મહત્વના સમાચાર, ચેન્નઈ છોડીને હવે મુંબઈ તરફ પ્રયાણ કરશે માહી

Last Updated on March 24, 2021 by

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનના તમામ ફેંચાઈજીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. આઈપીએલની આ સીઝન 9 એપ્રીલથી શરૂ થઈ રહી છે. કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે પાછલી સીઝન સંયુક્ત અરબ અમીરાતમાં દર્શકોની હાજરી વગર જ રમાડાઈ હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવી પાંચમી વખત ચેમ્પિયન બન્યું હતું. તો આઈપીએલ ઈતિહાસની બીજી સૌથી સફળ ટીમ ચેન્નઈ સુપરકિંગ્સનું પ્રદર્શન ઘણું ખરાબ હતુ. જો કે, હવે મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ આગામી સીઝન માટે કમર કસી રહી છે અને ચેન્નઈમાં જ ટીમના ટ્રેનિંગ કેમ્પ પણ ચાલી રહ્યાં છે. જો કે, હજું ધોની અને તેની ટીમને લઈને કોઈ મહત્વના સમાચાર સામે આવ્યાં છે.

ચેન્નઈ સુપરકિંગ્સે આઈપીએલમાં પોતાની તૈયારી 10 માર્ચથી જ શરૂ કરી દીધી છે. અભ્યાસ દરમયાન ધોની ઘણા લાંબા છગ્ગા લગાડતા પણ જોવા મળ્યો હતો. પરંતુ હવે ધોની અને તેના સાથીઓને ચેન્નઈ છોડીને મુંબઈ તરફ પ્રયાણ કર્યું છે. ધોની સીએસકેને છોડીને ક્યાંય જઈ રહ્યો નથી પરંતુ ચેન્નઈ સુપરકિંગ્સ હવે પોતાનો ટ્રેનિંગ કેમ્પ મુંબઈમાં લગાવવા જઈ રહી છે. જ્યાં તેને ટૂર્નામેન્ટનો પ્રથમ મેચ રમવાનો છે.

26 માર્ચથી જ ટીમ સાથે જોડાશે સુરેશ રૈના

આ વખતે ચેન્નઈ સુપરકિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથે જણાવ્યું હતું કે, નિશ્ચિત રૂપે હવે અમે અમારો ટ્રેનિંગ કેમ્પ મુંબઈમાં શિફ્ટ કરી રહ્યાં છીએ. અમે 26 માર્ચ સુધી મુંબઈ પહોંચી જશું. એવા પણ સમાચારો સામે આવી રહ્યાં છે કે, ચેન્નઈ સુપરકિંગ્સના મહત્વના બેટ્સમેન સુરેશ રૈના 26 માર્ચે સીધા જ મુંબઈમાં ટીમ સાથે જોડાશે. ટીમ સાથે જોડાતા પહેલા સુરેશ રૈના એક સપ્તાહ સુધી ક્વોરેન્ટાઈન રહેશે. રૈનાએ પારિવારિક કારણોને આગળ ધરીને આઈપીએલના યુએઈમાં થયેલા 13મી સીઝનમાં ભાગ લેવા માટે ના પાડી દીધી હતી. પાછલા વર્ષે ચેન્નઈની ટીમ પ્લેઓફ માટે ક્વોલીફાઈ કરી શકી ન હતી. આ પહેલી વખત હતુ જ્યારે ધોનીની ટીમ લીગના પ્લેઓફમાં પહોંચી શકી ન હતી. ચેન્નઈ સુપરકિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ત્રણ વખત ટાઈટલ જીતી ચુકી છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો