Last Updated on March 24, 2021 by
સંસદમાં નાણા બિલ – 2021 પર ચર્ચા દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં કહ્યું હતું કે સરકાર રાજ્યોના પ્રસ્તાવ લાવવા પર પેટ્રોલ-ડીઝલને જીએસટીના માળખામાં લાવવા માટે તૈયાર છે પરંતુ બુધવારે રાજ્યસભામાં ભાજપ સાંસદ સુશીલ કુમાર મોદીએ આગામી 8-10 વર્ષ સુધી આ સંભવ ન હોવાનું જણાવ્યું છે.
પેટ્રોલ-ડીઝલ પર 60% કર
રાજ્યસભામાં સુશીલ કુમાર મોદીએ કહ્યુ કે અત્યારે પેટ્રોલ-ડીઝલ પર 100 રૂપિયામાં 60 રૂપિયા કર હોય છે. જેમાં 35 રૂપિયા કેન્દ્ર સરકારના અને 25 રૂપિયા રાજ્ય સરકારના. એટલુ જ નહીં કેન્દ્રના 35 રૂપિયામાંથી 42% રાજ્ય સરકારની પાસે જાય છે.
જીએસટીમાં લાવવાની વાત
તેમણે કહ્યું કે તેઓ જીએસટી પરિષદ સાથે જોડાયેલા રહ્યા છે. ઘણીવાર પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવવાની વાત કહેવામાં આવે છે. તેઓ સદન પાસેથી જાણવા ઈચ્છે છે કે જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં નાખી દીધા છે તો રાજ્યોને બે લાખ કરોડ રૂપિયાનું મહેસૂલ નુકસાનની ભરપાઈ ક્યાંથી થશે. કેન્દ્ર અને રાજ્ય બંને મળીને આનાથી વાર્ષિક 5 લાખ કરોડ રૂપિયાનુ મહેસૂલ એકત્ર કરે છે, તેની ભરપાઈ ક્યાંથી થશે?
રાજ્યોના નુકસાનની ભરપાઈ કેવી રીતે
સુશીલ મોદીએ કહ્યુ કે જીએસટીમાં હાઈએસ્ટ ટેક્સ સ્લેબ 28%. અત્યારે પેટ્રોલ-ડીઝલ પર અમે 60% કર લઈ રહ્યા છીએ. એવામાં જો બે થી અઢી લાખ કરોડ રૂપિયાના મહેસૂલનુ નુકસાન થશે તેની ભરપાઈ ક્યાંથી થશે. જો આને જીએસટીમાં લઈ લઈએ તો કેન્દ્રને 14 અને રાજ્યોને માત્ર 14 રૂપિયા કર મળશે. એવામાં પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવવાનુ 8થી 10 વર્ષ સુધી સંભવ નથી. ના તો કોંગ્રેસની સત્તાવાળા રાજ્ય અને ના ભાજપની સત્તા વાળા રાજ્ય આની માટે તૈયાર થશે.
કૉર્પોરેટ કર દુનિયાના બરાબર, પેટ્રોલ-ડીઝલ પર કેમ નહીં.
અગાઉ સદનમાં નાણાકીય બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ દીપિંદર સિંહ હુડ્ડાએ કહ્યુ, આપ કહો છો કે કૉર્પોરેટ કર દુનિયાના બરાબર હોવો જોઈએ જેથી અમારી કંપનીઓની પ્રતિસ્પર્ધાત્મક ક્ષમતા વધે પરંતુ જ્યારે કોર્પોરેટ કર દુનિયાના બરાબર હોવો જોઈએ તો પેટ્રોલ-ડીઝલ પર કર દુનિયાના બરાબર કેમ ના થવો જોઈએ.
મુકેશ કુમાર-મુકેશ અંબાણી પર એક જેવો કર
દીપિંદર હુડ્ડાએ કહ્યુ કે દેશમાં પ્રત્યક્ષ કર વ્યવસ્થા સમાનતા લાવે છે. જેમાં આપ આવક વેરો અને કૉર્પોરેટ કરમાં ફરક કરી શકે છે જ્યારે અપ્રત્યક્ષ કર ગરીબને વધારે દેવો પડે છે. પેટ્રોલ પર મુકેશ કુમાર અને મુકેશ અંબાણીને સમાન કર આપવો પડે છે જ્યારથી આપની સરકાર આવી છે ત્યારથી કોર્પોરેટ કરને ઓછો કરતા જઈ રહ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31