Last Updated on March 24, 2021 by
પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીમાં એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. કાંથી ખાતે પાર્ટીનો એક કાર્યકર સ્ટેજ પર વડાપ્રધાનને પગે લાગવા આગળ વધ્યો હતો. તે સમયે વડાપ્રધાન મોદી પલટીને તેના તરફ આગળ વધ્યા હતા અને નમીને પ્રણામ કરીન તેને પગે લાગ્યા હતા. ભાજપ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો અને તેને સંસ્કારનો ભાવ કહેવામાં આવ્યો હતો. પાર્ટીના સત્તાવાર હેન્ડલ પર લખવામાં આવ્યું હતું કે, ‘ભાજપ એક એવું સુસંસ્કૃત સંગઠન છે, જ્યાં કાર્યકરોમાં એક-બીજા પ્રત્યે સમાન સંસ્કારનો ભાવ રહે છે.’
भाजपा एक ऐसा सुसंस्कृत संगठन है, जहां कार्यकर्ताओं में एक-दूसरे के प्रति समान संस्कार का भाव रहता है।
— BJP (@BJP4India) March 24, 2021
पश्चिम बंगाल में चुनावी रैली के दौरान मंच पर जब एक भाजपा कार्यकर्ता पैर छूने आया, तो पीएम श्री @narendramodi ने भी पैर छूकर कार्यकर्ता का अभिवादन किया।#BanglarUnnotiteBJPChai pic.twitter.com/QDGSKNqbBb
અને વડાપ્રધાને પકડી લીધા પગ
જનસભાને સંબોધિત કરવા માટે વડાપ્રધાન મોદી સ્ટેજ પર પહોંચ્યા હતા અને ત્યાં ઉપસ્થિત નેતાઓ, જનતાનું અભિવાદન કરી ખુરશી પર બેસી ગયા હતા. તે વખતે ગમછો નાખેલો એક કાર્યકર હાથ જોડીને તેમની તરફ આગળ વધ્યો હતો અને તે સમયે વડાપ્રધાને ઉભા થઈને કોઈને નમસ્કાર કર્યા હતા. તેઓ બેઠા એ સાથે જ કાર્યકર તેમને પગે લાગવા આગળ વધ્યો હતો. પરંતુ વડાપ્રધાને ઉભા થઈને તેને હાથ વડે ઉભો કરવા પ્રયત્ન કર્યો હતો અને પછી તેને પગે લાગ્યા હતા.
મમતા બેનર્જી પર નિશાન
વડાપ્રધાન મોદીએ રેલી દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીને આડેહાથ લેતા કહ્યું કે, ‘દીદી આજકાલ મેદિનીપુરમાં આવીને વારંવાર બહાના બનાવે છે. દીદી એ બહેનો અને પરિવારને જવાબ ન આપી શક્યા જેમને પહેલા અમ્ફાને તબાહ કર્યા અને પછી તૃણમૂલના ટોળાબાજોએ લૂંટી લીધા. અહીં કેન્દ્ર સરકારે જે રાહત પહોંચાડી હતી તે ‘ભાઈપો વિંડો’માં ફસાઈ ગઈ. જ્યારે જરૂર હોય ત્યારે દીદી દેખાતા નથી, જ્યારે ચૂંટણી આવે ત્યારે કહે છે ‘સરકાર દુઆરે-દુઆરે!’ આ જ એમનો ‘ખેલા’ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31