GSTV
Gujarat Government Advertisement

અમેરિકામાં નોકરી કરનારા ભારતીયો માટે મોટા સમાચાર, H1B વીઝા નિયમોને લઈને કરી મોટી જાહેરાત

Last Updated on March 24, 2021 by

યુ.એસ. માં, બિડેન વહીવટીતંત્રે હવે વિદેશી કામદારોના પગારને લગતા કાયદાને 18 મહિનાથી મોકૂફ રાખ્યો છે. તેમાં એચ 1-બી વિઝા ધારકો પણ શામેલ છે. 18 મહિનાના આ વિલંબને કારણે, શ્રમ વિભાગને નવા કાયદા અને તેનાથી સંબંધિત નીતિ અંગે વિચાર કરવા માટે પૂરતો સમય મળશે. આ મહિનાની શરૂઆતમાં, પગાર નિર્ધારણ 60 દિવસ માટે મુલતવી રાખવાનું કહેવામાં આવ્યું હતું. એચ 1-બી વિઝા એક પ્રકારનો બિન-ઇમિગ્રન્ટ વિઝા છે. આ વિઝા અમેરિકન કંપનીના વિદેશી કર્મચારીઓને આપવામાં આવે છે જે યુ.એસ.માં નોકરી કરવા જાય છે. યુએસ ટેક્નોલોજી કંપનીઓ એચ 1-બી વિઝા હેઠળ ભારત અને ચીનમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓને રોજગારી આપે છે.

આ મહિનાની શરૂઆતમાં, મજૂર વિભાગે એક સૂચનામાં સંકેત આપ્યો હતો કે નવા કાયદાને થોડા મહિના માટે સ્થગિત કરી શકાય છે. વિભાગે રાષ્ટ્રપતિની સૂચનાના આધારે આ નિર્ણય લીધો છે. વિભાગે સૂચિત વિલંબ માટે 15 દિવસની જાહેર ટિપ્પણી પણ માંગી હતી. આ માટેની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી.

કાયદામાં થયેલા વિલંબથી વીઝા પર પડશે કેવો પ્રભાવ

જાન્યુઆરી 2021માં પાસ થયેલા આ નવા કાયદાના લાગૂ થયા બાદ તે કંપનીઓ પર પ્રભાવ પડશે જે H1-B, H1-B1 અને E-3 વીઝા હેઠળ વિદેશી કર્મચારીઓને પોતાને ત્યાં સ્થાયી તેમજ અસ્થાયી રૂપથી નોકરી આપે છે. E-3 વીઝા ઓસ્ટ્રેલિયાના નાગરિકો માટે છે. જયારે H1-B1 વીઝા સિંગાપુર અને ચિલીના નાગરિકો માટે છે.

નવા કાયદાને લાગૂ કરવામાં થયેલા વિલંબથી અધિકારીઓને પણ સમય મળશે. જેથી તે કેટલાક ખાસ નોકરીઓ અને ક્ષેત્રોમાં આવનારા કર્મચારીઓની નોકરીથી જોડાયેલા આંકડા મેળવી શકે. આ કાયદો ટ્રંપ પ્રશાસનના સમયથી લટકેલો છો.

આ કાયદાના લાગૂ થયા બાદ સૌથી ઓછા સ્તર પરના H1-B વીઝાધારકોને તેની નોકરી માટે લોકેશમ અને જોબ ટાઈપના આધાર પર રહેલા વેતનના 35 પર્સેન્ટાઈલના હિસાબે પેમેન્ટ મળશે. વર્તમાનમાં તે 45 પર્સેન્ટાઈલના આધાર પર મળે છે જયારે ઉચ્ચ સ્તરના વર્કર્સને 90માં પર્સેન્ટાઈલના આધાર પર વેતન મળશે. વર્તમાનમાં આ 95માં પર્સેન્ટાઈલના આધાર પર છે. ડિપાર્ટમેન્ટ મુજબ નવા કાયદાને લાગૂ કરવામાં મોડેથી વધારે વેતનવાળા H1-B કર્મચારીઓના ટ્રાંસફર પેમેન્ટ ઘટી જશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો