GSTV
Gujarat Government Advertisement

Whatsapp પર એક નાની ભૂલ…અને આમ જ ગાયબ થઇ જશે એકાઉન્ટના બધા પૈસા, માટે આ રીતે રાખો ધ્યાન

Whatsapp

Last Updated on March 24, 2021 by

WhatsApp દેશની લોકપ્રિય એપ બની ગઈ સહ. એક બાજી નવી જરૂરી સર્વિસ જોડાઈ રહી છે, તે છે બેન્કિંગની. કેટલીક બેંકોએ પોતાના ગ્રાહકો માટે WhatsApp Bankingની શરૂઆત કરી દીધી છે. એમાં HDFC Bank, ICIC Bank અને Kotak Mahindra Bank સામેલ છે. આ બેંકો તરફથી ગ્રાહકના ખાતા સાથે જોડાયેલી કેટલીક સેવાઓ તેમને WhatsApp દ્વારા મળશે. પરંતુ ઘણી વખત WhatsAppના કારણે ઓનલાઇન ફ્રોડ પણ થઇ શકે છે. કોઈ તમારા બેન્ક એકાઉન્ટ, યુપીઆઈ અથવા ઈ-વોલેટ એકાઉન્ટને હેક કરી શકે છે. WhatsApp પર તમારી એક નાની ભૂલ તમારા એકાઉન્ટમાંથી પૈસા ગાયબ કરી શકે છે.

અહીં અમે તમને જણાવી રહ્યા છે કે તમારે કઈ ભૂલ ન કરવી જોઈએ કે તમારું એકાઉન્ટ હેક ન થાય અને તમારે એના માટે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

આ વાતોનું રાખો ખાસ ધ્યાન

સૌથી મહત્વની અને જરૂરી વાત એ છે કે તમારે પોતાનો બેન્કિંગ પાસવર્ડ, આઇપિન અને યુઝરનેમ કોઈ સાથે પણ શેર ન કરવો જોઈએ. ખાસ કરીને વોટ્સએપ દ્વારા કોઈ પણ અજાણ્યા વ્યક્તિ તમને કોન્ટેક્ટ કરે તો એમને રીપ્લાય ન આપો. એ ઉપરાંત અજાણ્યો તમને કોઈ લિંક શેર કરે તો એને ઓપન કરો.

બેન્ક ડીટેલ અને OTP બિલકુલ ન જણાવો

whatsapp

ક્યારે પણ કોઈ સાથે બેન્ક ડીટેલ શેર ન કરો. જો કોઈ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડનો પિન અને ઇન્ટરનેટ બેન્કિંગનો પાસવર્ડ માંગે તો એને કોઈ સાથે શેર ન કરો. વોટ્સએપ પર કોઈ સાથે પોતાનો OTP શેર કરવો ન જોઈએ, પછી એ રકમ કેટલી પણ નાની કેમ ન હોય. સાઇબર એક્સપર્ટ કહે છે કે OTP માત્ર પોતાની આંખ સામે જ નાખવો જોઈએ.

નવા નંબરથી આવેલી મીડિયા ફાઇલ ડાઉનલોડ ન કરો

whatsApp

જો કોઈ નવા નંબરથી મીડિયા ફાઇલ આવી છે, તો તેને ક્યારેય ડાઉનલોડ કરવું નહીં. તે ફાઇલમાં વાયરસ પણ હોઈ શકે છે, જેના કારણે તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે. તે જ રીતે અજાણ્યા ફોન નંબરથી દુરી બનાવો જેમ તમે કોરોના વાયરસથી બનાવો છો.

ડેટા ડીલીટ કરવાનું ન ભૂલો

તમારા ફોનમાં ઓટો ડાઉનલોડને ડિસેબલ કરીને રાખો. વોટ્સએપની સેટિંગ્સમાં જઈને અને ડેટા અને સ્ટોરેજ વપરાશમાં જઈને સેટિંગ્સ બદલીને, કોઈ ફાઇલ જાતે ડાઉનલોડ થશે નહીં. સુનિશ્ચિત કરો કે તમે તમારા ફોન પરથી WhatsAppનો આખો ડેટા હટે છે. જો તમે તમારો ફોન ખોવાઈ જાય, અથવા જો તમે તેને વેચવા માંગો છો, તો પછી આખો ડેટા ડીલીટ કરી નાખો.

સાર્વજનિક Wi-Fi નો ઉપયોગ ન કરવો

WhatsApp

ફ્રી ઇન્ટરનેટ ચક્કરમાં અજાણ્યા અથવા સાર્વજનિક Wi-Fi નો ઉપયોગ કરશો નહીં. આને ટાળો, કારણ કે તે હેકિંગની સંભાવનાને વધારે છે. ઘણી વાર હેકર્સ Wi-Fi દ્વારા તમારા ફોનને ઓનલાઇન હેક કરી શકે છે. સાર્વજનિક Wi-Fi નેટવર્ક્સ પર WhatsApp નો ઉપયોગ કરવાનું ટાળો. મોબાઇલ ડેટા પ્લાન હવે ખૂબ સસ્તું છે, તેથી તમારા પોતાના મોબાઇલ ડેટાનો ઉપયોગ કરવો વધુ સારું છે.

જો ફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ ગયો હોય તો શું કરવું

જો તમારો ફોન ખોવાઈ ગયો હોય અથવા ચોરાઇ ગયો હોય, તો રિપોર્ટ ફાઇલ કરવા સિવાય, સૌ પ્રથમ, તમારા વોટ્સએપ એકાઉન્ટને ડિએક્ટિવેટ કરો. આ માટે, તમે સપોર્ટ@whatsapp.com પર ઇમેઇલ કરી શકો છો અથવા બીજા ફોનથી વોટ્સએપ પર લોગીન કરી શકો છો, પછી વોટ્સએપને ડિલીટ અથવા ડિએક્ટિવેટ કરી શકો છો આ બાબતોને ધ્યાનમાં રાખી, તમારો વ્યક્તિગત ગુપ્ત ડેટા સાચવશે અને તમારું બેંક એકાઉન્ટ હેક થઈ શકે નહીં.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો