Last Updated on March 24, 2021 by
દરેક વ્યક્તિ સુખી જીવન જીવવા માગે છે. શાસ્ત્રો અનુસાર, એક સારુ અને સુખી જીવન જીવવા માટે, કેટલાંક નિયમોનું પાલન કરવુ જરૂરી છે. પુરાણોમાં સ્પષ્ટરૂપે જણાવવામાં આવ્યું છે કે પુરુષો અને મહિલાઓ બંનેએ તે નિયમોનું પાલન કરવુ ખૂબ જ જરૂરી છે જે જીવનમાં સુખ-શાંતિનો માર્ગ ચીંધે છે. વ્યક્તિ અમીર હોય કે ગરીબ, જો આ નિયમોનું પાલન ન કરે તો તેણે પોતાના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
હિન્દુ કેલેન્ડર અનુસાર, તમામ મહિનાની અમાસ, પૂનમ, ચોથ અને આઠમે પુરુષોએ તેલ માલિશ અને માંસાહારી ભોજન ન કરવુ જોઇએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં તમામ સુખ-શાંતિ ખતમ થવા લાગે છે.
પુરુષોએ ક્યારેય પરસ્ત્રી પર નજર ન નાંખવી જોઇએ. તે તેમને પતન તરફ લઇ જાય છે.
જો તમે ધન-વૈભવથી સંપન્ન રહેવા માગો છો તો પોતાના પગને સારી રીતે સાફ કર્યા બાદ ઘરની અંદર પ્રવેશ કરો. આમ કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઇ રહે છે.
દેવી દેવતાની મૂર્તીઓ, ચિત્ર, દીવો, શિવલિંગ, સોનુ, શંખ અને દોરા વગેરે જમીન પર ન મુકવા જોઇએ. જો તેને જમીન પર મુકવાની જરૂર પડે તો એક કપડુ પાથરો.
દિવસ અથવા તો સૂર્યાસ્તનો સમય પૂજા-પાઠનો સમય હોય છે. કહેવામાં આવે છે કે આ દરમિયાન પુરુષો અને મહિલાઓએ શારીરિક સંબંધ ન બાંધવા જોઇએ. આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઇ શકે છે.
શાસ્ત્રો અનુસાર પોતાના વડીલો-વૃદ્ધોનું અપમાન ન કરવુ જોઇએ. જે લોકો માતા-પિતા, શિક્ષક, મહિલાઓ અને વડીલોનું અપમાન કરે છે, તેનાથી ધનના દેવતા કુબેર નારાજ થઇ શકે છે. તેનાથી વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
એવા વ્યક્તિ જેની વિચારધારા નકારાત્મક હોય છે અથવા જે સ્વચ્છતાનું ધ્યાન નથી રાખતા. તે લોકોથી અંતર જાળવીને રાખવુ જોઇએ. એવા લોકો તમારી આસપાસનું વાતાવરણ પણ નકારાત્મક કરી દે છે અને તમને વિનાશ તરફ દોરી જાય છે.
એવુ માનવામાં આવે છે કે રવિવારે તાંબાના વાસણનો ઉપયોગ ન કરવો જોઇએ. આમ કરવાથી સૂર્યદેવ નારાજ થઇ શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31