Last Updated on March 24, 2021 by
વૃદ્ધોના હિતમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા(SBI)એ ગયા વર્ષે મેં મહિનામાં ‘વી કેર સિનિયર સીટીઝન’સ્કીમની શરૂઆત કરી હતી, એ સમયે આ યોજનાની અંતિમ તારીખ 31 માર્ચ 2021 સુધી નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે એસબીઆઇએ આ યોજનાને આગળ વધારી દીધી છે.
30 જૂન સુધી વધારવામાં આવી હતી સ્કીમ
We care senior citizen યોજનાની અંતિમ તારીખ પહેલા પણ ઘણી વધારવામાં આવી ચુકી હતી. યોજનાની લોન્ચિંગના સમયે સપ્ટેમ્બર 2020 સુધી રાખવામાં આવી હતી. પરંતુ ત્યાર પછી 2020 સુધી અને પછી માર્ચ 2021 સુધી હવે 30 જૂન 2021 સુધી કરી દેવામાં આવી છે.
We care senior citizen પર સારું વ્યાજ
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આ સ્કીમમાં વૃદ્ધોને ખુબ ખ્યાલ રાખવામાં આવ્યો છે. બેન્ક સામાન્ય રીતે 5 વર્ષના ફિક્સ્ડ ડિપોઝિટ પર 5.4%નું વ્યાજ આપે છે. પરંતુ We care senior citizen યોજના પર 6.20% વ્યાજ મળી રહ્યું છે. બેન્ક સામાન્ય નાગરિકને 7 દિવસથી 10 વર્ષ સુધી ફિક્સ્ડ ડિપોઝિટ પર 2.9%થી 5.4% સુધી વ્યાજ આપે છે. જયારે વડીલોને લગભગ 1% વધુ 6.20% વ્યાજ આપવામાં આવ્યું હતું.
Doorstep Banking નો લેવો લાભ
SBI Doorstep Banking દ્વારા તમે 10થી વધુ સેવા ઘર બેઠા મેળવી શકો છો. કેસ જમા અને ઉપાડ, ચેક જમા કરવાથી લઇ તમામ સુવિધા ઘરે બેઠા મળશે. જેવી કે કેસ પીકઅપ, કેસ રોકાણ, ચેક પીકઅપ, ચેક બુક માટે આવેદન, ડ્રાફ્ટની હોમ ડિલિવરી, ટર્મ ડિપોઝીટ માટે ઘરે બેઠા સલાહ, KYCનું ઘરે બેઠા અપડેશન, કોઈ પણ લોન માટે ઘરે બેઠા સલાહ, ઇનકમ ટેક્સ ચલણ, પેન્શનર્સ માટે ઘરે બેઠા લાઈફ સર્ટિફિકેટ.
Doorstep Banking માટે રજીસ્ટ્રેશન જરૂરી
જો તમે SBIની Doorstep Bankingનો ફાયદો લેવા માંગો છો તો સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એના માટે ટોલ ફ્રી નંબર 1800-1037-188 અને 1800-1213-721 પર કોલ કરી શકો છો. ફોન પર તમારી પાસે બેઝિક જાણકારી લેવામાં આવશે ત્યાર પછી Doorstep Banking માટે રજીસ્ટર કરવામાં આવશે. તમે DSB મોબાઈલ એપ પરથી પણ રજીસ્ટર કરી શકો છો. તેમજ www.psbdsb.in પર પણ વિઝીટ કરી શકો છો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31