Last Updated on March 24, 2021 by
સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદથી તેના ચાહકો જે રીતે અંકિતા લોખંડેને ઘેરી રહ્યાં છે તે પણ ચર્ચામાં છે. બોલિવૂડની આ ઝગમગાટભરી દુનિયાની પાછળ ઘણા કાળા સત્ય છુપાયેલા છે, સુશાંતના નિધનથી બોલીવુડ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બોલિવૂડમાં ઘણીવાર અભિનેત્રી સમક્ષ કામના બદલે ગંદી માંગ મુકવામાં આવે છે. હવે અંકિતા લોખંડે કાસ્ટિંગ કાઉચ પર ખુલીને બોલી છે.
સુશાંતના નિધન બાદ અંકિતા લોખંડે ખુલીને સામે આવી હતી. હવે અભિનેત્રીએ આવી જ કેટલીક ઘટના વિશે ખુલાસો કરતાં દરેકને ચોંકાવી દીધા છે.
અંકિતાનો ખુલાસો
નાના પડદાથી મોટા પડદા સુધીની સફર કરનારી અંકિતા લોખંડેના ઘટસ્ફોટથી સનસનાટી મચી ગઈ છે. અંકિતાના કહેવા પ્રમાણે, કોઈ ફિલ્મમાં રોલ આપવાને બદલે નિર્માતા તેની સાથે સૂવાની ડિમાન્ડ કરી હતી. આટલું જ નહીં, જ્યારે તે ફિલ્મોમાં પહોંચી ત્યારે પીઢ અભિનેતાનો ઇરાદો અને તેની સ્પર્શ કરવાની રીત યોગ્ય નહોતી લાગતી.
અંકિતાએ કહ્યું છે કે જ્યારે મને સાઉથની ફિલ્મો માટે બોલાવવામાં આવી હતી, તે સમયે મારી ઉંમર 19 થી 20 વર્ષની હતી અને રૂમમાં એક માણસ હતો. તે વ્યક્તિએ મને કહ્યું કે તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે.આના પર મે તેમને કહ્યું, મને કહો, મારે કેવુ કોમ્પ્રોમાઇઝ કરવુ પડશે? શું મારે ડિનર પાર્ટીમાં જવાનું છે? ફિલ્મના નિર્માતાઓ શું ઇચ્છે છે? તો જવાબ હતો કે તમારે તેની સાથે સૂવુ પડશે.
અભિનેત્રીનું કહેવું છે કે આ પછી જ્યારે હું ટીવી પર કામ કરવા પાછી આવી ત્યારે મારે કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો. તે સમયે, એક મોટા અભિનેતાએ ખોટી રીતે મારી સાથે હાથ મિલાવ્યો હતો, જેનાથી હું અસહજ થઈ ગઇ હતી. હું તે અભિનેતાનું નામ લેવાં નથી માંગતી.
અંકિતાએ સુશાંત સાથેના બ્રેકઅપ પર શું કહ્યું
સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી એમના ફેન્સ અંકિતા લોખંડેને ખુબ ટ્રોલ કરે છે. ઘણીં વખત સોશિયલ મીડિયા પર અંકિતાના પોસ્ટ પર એક્ટરના ફેન્સ ખરી ખોટી લખે છે. ઘણી વખતતો અંકિતને બ્લેમ કરવામાં આવે છે કે એમણે સુશાંતને છોડી દીધો. હવે અંકિતાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલીને વાત કરી. અંકિતાએ સાથે જ બ્રેકઅપ પર પણ વાત કરી. અંકિતાનું કહેવું છે કે એમણે કયારે સુશાંતને છોડ્યો ન હતો પરંતુ સુશાંતએ જ બ્રેકઅપ કર્યું હતું.
મેં સુશાંત સાથે બ્રેકઅપ કર્યું ન હતું : અંકિતા
અંકિતાએ કહ્યું કે, તે અત્યાર સુધી એટલા માટે ચૂપ હતી કે પોતાના રિલેશનશિપનો તમાસો બનાવવા ન માંગતી હતી. અંકિતાએ એ પણ કહ્યું કે તે સુશાંતને બ્લેમ નથી કરી રહી, પરંતુ તેઓ ટ્રોલિંગથી ખુબ પરેશાન છે. અંકિતાએ કહ્યું, આજે લોકો મને આવીને બોલી રહ્યા છે. તે છોડ્યો સુશાંતને. હું એમને પૂછવા માંગુ છું કે તમે આ કેવી રીતે કહી શકો ? કોઈને પણ મારી વાત ખબર છે. સુશાંત… હું કોઈને બ્લેમ નથી કરી રહી. મને લાગે છે કે તેઓ પોતાની ચોઈસને લઇ ખુબ ક્લિયર હતા. તેઓ પોતાના કરીયર સાથે આગળ વધવા માંગતા હતા. એને પોતાનું કરિયર પસંદ કર્યું અને જતા રહ્યા. પરંતુ 2-2.5 વર્ષમાં મેં ઘણું બધું સહન કર્યું છે.
અંકિતએ કહ્યું કે, મારા માટે મુવ ઓન કરવું સરળ ન હતું. પરંતુ મારો પરિવાર મારી સાથે હંમેશા હતો. મારુ જીવન પૂર્ણ થઇ ગયું હતું. હું ખતમ થઇ ગઈ હતી. મને સમજ ન પડી રહી હતી કે શું કરવાનું છે. હું કોઈને બ્લેમ નથી કરી રહી. મેં એને કહ્યું હતું કે, તારું જીવન છે તારે જવું હોય તો જા. પરંતુ હું અંદરથી તૂટી ગઈ હતી.
ટ્રોલર્સને અંકિતએ આપ્યો જવાબ
ટ્રોલર્સને અંકિતાએ કહ્યું કે, ‘આજે જે લોકો મને બોલી રહ્યા છે તેઓ ત્યારે ક્યાં હતા જયારે મારુ બ્રેકઅપ થયું હતું. ત્યારે તો ન આવ્યા હતા. હવે એ લોકો મારા અને વિક્કીના સબંધને ગંદુ બોલી રહ્યા છે. સુશાંત અને હું હવે અચાનક મેડ ફોર ઈચ અધર થઇ ગયા. ત્યારે ક્યાં હતા આ લોકો ? આ વસ્તુઓથી પરેશાની એટલા માટે થાય છે કારણ કેહવે સુશાંત રહ્યા નથી અને મારા મનમાં એમના માટે કઈ નથી.’
અંકિતની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો વર્ષ 2019માં તેમણે કંગના રણાવતની ફિલ્મ મણિકર્ણિકા સાથે ફિલ્મમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર પછી ફિલ્મ બાગી 3માં જોવા મળી હતી.