Last Updated on March 24, 2021 by
છત્તીસગઢમાં ફરી એક વખત નક્સલી હૂમલો થયો છે. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલીઓએ પોલાસના જવાનો ભરેલી બસને આઇડી બ્લાસ્ટ કરીને ઉડાવી છે. આ ઘટનામાં 5 જવાન શહીદ થયા છે. જ્યારે 13 જેટલા જવાનો ઘાયલ થયા છે, જેમાંથી પાંચ લોકોની હાલત ગંભીર છે.
જવાનો એક ઓપરેશનમાંથી પરત ફરી રહ્યા હતા
જ્યારે ડિસ્ટ્રીક રિઝર્વ ગાર્ડ (DRG)ના જવાનો એક ઓપરેશનથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ હૂમલો થયો છે. જવાનો ભરેલી બસ નારાયણપુર જઇ રહી હતી, તે દરમિયાન કંહેરગામ અને કડેનાર ગામ વચ્ચે આ હૂમલો થયો છે. નક્સલીઓ પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા. હૂમલામાં જે પાંચ પોલીસના જવાનો શહીદ થયા છે તેમાં એક ડ્રાઇવરનો પણ સમાવેશ થાય છે.
ઘાયલોને જંગલમાંથી બહાર કાઢવાનું કામ શરૂ
ઘટના બાદ બચાવ ટીમો ઘટનાસ્તળે પહોંચી હતી અને ઘાયલોને તે જંગલમાંથી બહાર કાઢવાનું કામ શરૂ કર્યુ હતું. જે લોકો ઘાયલ થયા છે તેમને એરલિફ્ટ કરીને રાયપુર સારવાર્થે મોકલવામાં આવ્યા છે.
રાજ્યના પોલીસ વડાએ આ ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે આ હૂમલા સમયે બસની અંદર 20 પોલીસ જવાનો સવાર હતા. જ્યારે બસ જંગલમાંથી પસાર થઇ રહી હતી ત્યારે નક્સલીઓએ આઇડી વડે બસને ઉડાવી છે. વિસ્ફોટ એટલો મોટો હતો કે બસ પલટીને નીચે નાળામાં પડી ગઇ હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31