GSTV
Gujarat Government Advertisement

રેકોર્ડનો બાદશાહ/ વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વન ડેમાં બનાવ્યા 56 રન, નામે કર્યો વધુ એક વર્લ્ડ રેકોર્ડ

Last Updated on March 23, 2021 by

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી વનડેમાં શાનદાર અર્ધશતકીય રમત રમી છે. જો કે તેના ફેંસને કોહલી સદી ફટકારે તેવી આશા હતી. પરંતુ તે 56 રન બનાવીને આઉટ થયો. વિરાટ કોહલીને માર્ક વુડે આઉટ કર્યો. વિરાટ કોહલી પોતાની અર્ધશતકીય રમત દરમિયાન એક મોટો રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યો છે.

195 દાવમાં કોહલીએ બનાવ્યા છે 10 હજારથી વધુ રન

વિરાટ કોહલી ઘરેલુ સ્થાનિય મેદાનો એટલે કે ભારતની ભૂમિ પર રમાયેલી મેચોમાં સૌથી ઝડપી ઈન્ટરનેશનલ 10 હજાર રન બનાવનારો ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીએ લગભગ 195 દાવમાં આ કારનામું કર્યું છે. તેનાથી પહેલા રિકી પોન્ટિંગના નામે આ રેકોર્ડ હતો. જેણે 219 દાવમાં સ્થાનીય મેદાનો પર 10 હજાર રન બનાવ્યા હતા.

ઘરેલુ જમીન પર 10 હજાર ઈન્ટરનેશનલ રન બનાવનારો બીજો ભારતીય ક્રિકેટર

જણાવી દઈએ કે વિરાટ કોહલી ઘરેલુ જમીન પર 10 હજાર ઈન્ટરનેશનલ રન બનાવનારો બીજો ભારતીય ક્રિકેટર બન્યો છે. ઘર પર સૌથી વધારે 14192 રન બનાવીને સચિન તેંદુલકર નંબર 1 ની પોઝીશન પર છે. આ ઉપરાંત રિકી પોન્ટિંગ, જૈક કાલિસ, કુમાર સંગાકારા અને મહેલા જયવર્ધને એ પણ આ કારનામું કર્યું છે.

વિરાટ કોહલી 43મી સદી પર અટકી ગયા

જણાવી દઈએ કે વિરાટ કોહલી 43મી સદી પર અટકી ગયા છે. ભારતીય કેપ્ટને ઓગસ્ટ 2019માં તેની છેલ્લી સદી ફટકારી છે. તે પછીથી વિરાટ કોહલી 13 વન ડે મેચ રહ્યો જેમાં 7 અડધી સદી ફટકારી છે. પરંતુ તે સદી સુધી નહી પહોંચી શક્યો.

ભારતે ઈંગ્લેન્ડને આપ્યો 318નો લક્ષ્યાંક

ભારતીય ટીમે 50 ઓવરમાં 317/5 રન બનાવ્યા છે. ડેબ્યુ મેચમાં ક્રૃણાલ પંડ્યાએ પોતાની અડધી સદી પુરી કરી હતી. ટીમ ઈન્ડિયા વતી શિખર ધવને 98, લોકેશ રાહુલે 62, ક્રૃણાલ પંડ્યાએ 58 (નોટઆઉટ), વિરાટ કોહલીએ 56 રન બનાવ્યા હતા. ત્યારે ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે 3 અને માર્ક વુડે પણ 2 વિકેટ ઝડપી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો