GSTV
Gujarat Government Advertisement

7th Pay Commission: તહેવારો પહેલા જ સરકારી કર્મચારીઓને મળી મોટી ભેટ, જલ્દી જાહેર થશે મોંઘવારી ભથ્થુ

Last Updated on March 23, 2021 by

કોરોના મહામારીના કાણે દેશમાં સરકારી કર્મચારીઓના વેતન પ્રભાવિત થયા હતા. કેન્દ્ર સરકારે કોરોના કાળમાં સરકારી કર્મચારીઓના વેતનમાં કાપ કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે હોળી તહેવાર પહેલા જ સરકારી કર્મચારીઓને મોટી રાહત આપી છે. સરકારે જાહેરાત કરી છે કે, સરકારી કર્મચારીઓ અને પેંશનધારકો માટે જલ્દી જ મોંઘવારી ભથ્થુ જાહેર કરશે. વિતેલા વર્ષમાં કોરોના મહામારીના કારણે મોંઘવારી ભથ્થા ઉપર બ્રેક લગાવી દેવામાં આવી હતી. કેન્દ્રીય નાણાકીય રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે તાજેતરમાં જ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા જલ્દી જાહેર કરશે.

નવા દરો ઉપર જાહેર થશે હપ્તા

કેન્દ્ર સરકારે કોરોના મહામારીના કાણે સરકારી કર્મચારીઓને મળનારા મોંઘવારી ભથ્થા ઉપર બ્રેક મારી હતી. સરકારે 1 જાન્યુઆરી 2020 અને 1 જુલાઈ 2020ના રોજ જાહેર થનારા મોંઘવારી ભથ્થાના હપ્તા ઉપર બ્રેક લગાવી છે. નાણામંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં 1 જુલાઈ, 2021ના રોજ જાહેર થનારા હપ્તા વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, 1 જુલાઈ 2021ના રોજ જાહેર થનારા મોંઘવારી ભથ્થાના હપ્તાની સાથે વિતેલા વર્ષના બે હપ્તા પણ જાહેર કરી દેવાશે. નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે, હવે આ ત્રણ હપ્તા સાતમા પગારપંચના નવા દરોના આધાર ઉપર જાહેર કરવામાં આવશે.

સાતમા પગાર પંચ હેઠળ પેન્શન ધારકોને મળશે મોટી ભેટ

કેટલાક દિવસો પહેલા કેન્દ્ર સરકારે સરકારી પેંશનધારકો માટે ફેમિલી પેન્શનની સીમાને વધારવાનો નિર્ણય કર્યો છે. પહેલા ફેમિલિ પેન્શનની વધારેમાં વધારે સીમા 45 હજાર રૂપિયા પ્રતિ મહિના હતી. જેને હવે વધારીને 1.25 લાખ રૂપિયા પ્રતિ મહિના સુધી કરી દેવાઈ છે. સાતમા પગારપંચ હેઠળ ફેમિલિ પેન્શનની વધારેમાં વધારે સીમામાં અઢી ગણા સુધી વધારો કરવામાં આવ્યો છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો