GSTV
Gujarat Government Advertisement

ધૃણાસ્પદ કિસ્સો: ટ્રેનમાં એશિયાઈ મહિલા માથે ભૂરિયાએ કર્યો પેશાબ, લોકો જોતા રહ્યા પણ કોઈ મદદે ન આવ્યું

Last Updated on March 23, 2021 by

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એશિયાઈ લોકો વિરુદ્ધ વંશીય હુમલાનું અત્યંત ધૃણાસ્પદ મામલો સામે આવ્યો છે. ન્યૂયોર્ક સિટી સબવે કારમાં એક મહિલા યાત્રા કરી રહી હતી. આ દરમિયાન એક મુસાફરે આ મહિલાના સામાન અને તેના પર તમામ મુસાફરોની સામે પેશાબ કર્યો હતો. આ દરમિયાન ટ્રેનમાં રહેલા અન્ય મુસાફરોએ આ 25 વર્ષની મહિલાની મદદે કોઈ આવ્યુ નહોતું. એટલુ જ નહીં અમુક તો વીડિયો પણ બનાવતા રહ્યા. ત્યારે હવે ન્યૂયોર્ક પોલીસ આ આરોપીને શોધી રહી છે.

ટ્રેનમાં તમામ લોકોની સામે મહિલા પર કર્યો પેશાબ

મહિલા પર પેશાબ કરવાની આ ઘટના શનિવાર બપોરે થઈ હતી. આ મહિલા ઉત્તર તરફ જતી ટ્રેનમાં બેઠેલી હતી. બરાબર આજ સમયે માસ્ક લગાવેલા અને કાળા રંગના કપડા પહેરેલા શખ્સે મહિલાની બેંચ પાસે આવ્યો. આરોપી મહિલાની પાસે ખરાબ રીતે આવીને બેઠો.મહિલાએ આ અંગે જણાવ્યુ હતું કે, જ્યારે મેં મારી ડાબી બાજૂ જોયુ તો, આરોપીએ પેનીસ બહાર કાઢીને મારા તરફ કરી નાખ્યુ હતું. તેણે મારી પર અને મારા સામાન પર પેશાબ કર્યો. બધી બાજૂ પેશાબથી લથબથ થઈ ગયુ હતું.

આરોપી ગોરો હતો, હજૂ સુધી નથી થઈ ધરપકડ

મહિલાએ જણાવ્યુ હતું કે, અમે બંનેએ એકબીજા સામે જોયુ પણ કંઈ બોલ્યા નહીં. આ ઘટનાના એક દિવસ પહેલા જ એક શ્રીલંકન વ્યક્તિ સાથે ટ્રેનમાં થપ્પડ માર્યાની ઘટના સામે આવી હતી. મહિલા જણાવે છે કે, ટ્રેનમાં બેઠેલા કોઈએ આ અંગે મદદ કરવા આગળ આવ્યા નહીં. આરોપી ગોરો હતો, અને તેની ઉંમર લગભગ 60 વર્ષની આસપાસની હતી.

મહિલા જણાવે છે કે, આ આરોપી 75માં એવન્યૂ સ્ટેશને ઉતરી રહ્યો હતો, ત્યારે મેં તેનો ફોટો પાડી લીધો હતો. આરોપીના જેકેટ પર અમેરિકાનો ઝંડો હતો. મહિલાએ કહ્યુ હતું કે, આ હું ઘટનાને લઈને તાત્કાલિક પોલીસ સ્ટેશન જવાની હતી, પણ હું એકલી હતી અને ડરેલી પણ.તેથી તે આગળ નિકળી ગઈ અને ઘરે પહોંચ્યા બાદ ફરિયાદ નોંધાવી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો