GSTV
Gujarat Government Advertisement

Disinvestment : આ કંપનીમાં ભાગીદારી વેચીને મોદી સરકારે 8846 કરોડ રૂપિયાની કરી કમાણી

Last Updated on March 23, 2021 by

મોદી સરકારે ટાટા કમ્યુનિકેશનમાંથી પોતાની 26.12 ટકા ભાગીદારી વેચવા માટે કાઢી છે. આ વેચાણથી મોદી સરકારને કુલ 8846 કરોડ રૂપિયા મળશે.

DIPAMના સચિવ તુહિન કાંત પાંડેએ જણાવ્યું કે, સરકારે બે ભાગમાં ટાટા કમ્યુનિકેશનમાં પોતાની ભાગીદારી વેચી છે. આ વેચાણથી સરકારને 8846 કરોડ રૂપિયા મળ્યાં છે. તેનાથી સરકારને આ નાણાકીય વર્ષમાં વિનિવેશ લક્ષ્યને પૂર્ણ કરવામાં મદદ મળશે. સરકારે કોરોના સંકટને જોતા આ નાણાકીય વર્ષ માટે વિનિવેશના લક્ષ્યને સંશોધિત કરીને આશે 32 હજાર કરોડ રૂપિયા કરી દીધા છે. જે પહેલા 1.75 લાખ કરોડ રૂપિયા હતાં.

DIPAMના સચિવે જણાવ્યું

DIPAMના સચિવ તુહિન કાંત પાંડેએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ટીસીએલમાં સરકાની 16.2 ટકા ભાગીદારીને વિનિવેશ ઓએફએસ દ્વારા 5457 કરોડ રૂપિયા એકઠા કરશે. આવી જ રીતે 10 ટકા ભાગીદારી એક રણનીતિ ભાગીદારીને 3389 કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે. આવી રીતે સરકારે ટીસીએલમાં ભાગીદારી વેચવાથી કુલ 8846 કરોડ રૂપિયા મળ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ વેચાણ પહેલા ટાટા કમ્યુનિકેશનમાં સરકારની ભાગીદારી 21.62 ટકા, પૈંટોન ફિનવેસ્ટની ભાગીદારી 34.80 ટકા અને ટાટા સન્સની ભાગીદારી 14.07 ટકા હતી. બાકી બચેલી 25.01 ટકા ભાગીદારી શેર માર્કેટના માધ્યમથી સામાન્ય નાગરિકો પાસે હતી.

આવી રીતે થયું વેચાણ

હવે સરકારને પોતાની સમગ્ર 26.12 ટકા ભાગીદારી વેચી દીધી છે. તેમાંથી 16.12 ટકા ભાગીદારી શેર માર્કેટમાં ઓપન ફોર સેલ દ્વારા 1161 રૂપિયા પ્રતિ શેરના ભાવથી રોકાણને વેચી દીધી છે. તેનો 25 ટકા ભાગ મ્યુચ્યુઅલ ફંડો અને વીમા કંપનીઓ માટે આરક્ષિત રાખવામાં આવ્યો છે. બાકી 10 ટકા ભાગ સરકારે ટાટા સન્સની સબ્સિડીયરી પૈંટોન ફિનવેસ્ટને વેંચી છે. પૈંટોનની પાસે પહેલી કંપનીમાં 34.80 ટકા ભાગીદારી હતી જે હવે વધીને 44.80 ટકા થઈ ગઈ છે. આવી રીતે કંપનીમાં હવે ટાટા ગ્રુપની કુલ ભાગીદારી આશરે 59 ટકા થઈ ગઈ છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો