Last Updated on March 23, 2021 by
પશ્ચિમ બંગાળમાં ભાજપે જાહેર કરેલા ‘સંકલ્પપત્ર’માં અમિત શાહની તસવીર જ નહીં હોવાથી શાહના સમર્થકોમાં નારાજગી છે. ‘સંકલ્પપત્ર’ના મુખપૃ પર માત્ર નરેન્દ્ર મોદીની તસવીર છે જ્યારે બેક ટાઈટલ પર રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા અને પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષની તસવીર છે.
અમિત શાહ મામલ ભાજપે કર્યો બચાવ
ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, ‘સંકલ્પપત્ર’ ભાજપનો છે અને શાહ હાલમાં ભાજપમાં કોઈ હોદ્દા પર નથી, તેથી તેમની તસવીર નથી મૂકાઈ. શાહ સમર્થકોના મતે ટેકનિકલી આ દલીલ સાચી છે પણ પશ્ચિમ બંગાળમાં ભાજપને જીતાડવા માટે શાહ છેક ૨૦૧૫થી મથી રહ્યા છે અને તેમના પ્રયત્નોના કારણે જ બંગાળમાં ભાજપ મમતા બેનરજી સામે પડકાર ઉભો કરી શક્યો છે ત્યારે શાહને મહત્વ મળવું જોઈતું હતું.
સંકલ્પપત્રમાંથી શાહ ગાયબ
રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપના ‘સંકલ્પપત્ર’માં શાહની તસવીર નથી તેના કરતાં વધારે ધ્યાનાકર્ષક બાબત એ છે કે ભાજપના તમામ જૂના નેતા ગાયબ છે. શ્યામાપ્રસાદ મુખરજી, અટલ બિહારી વાજપેયી સહિતના કોઈ નેતાની તસવીર મુખપૃ પર નથી તેના પરથી સ્પષ્ટ છે કે, ભાજપમાં સંપૂર્ણ મોદી યુગ આવી ગયો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31