Last Updated on March 23, 2021 by
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે ગંભીર આક્ષેપો કરનારા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમબિરસિંહ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. પરમબિરે આ કેસમાં પુરાવાનો નાશ કરાય એ પહેલાં સીબીઆઈ દ્વારા તપાસની માગણી કરી છે.
રોહતગીની ગણના ભાજપના માણસ તરીકે થાય છે
પરમબિર ભાજપના ઈશારે વર્તી રહ્યા હોવાના આક્ષેપો ચાલે જ છે. સુપ્રીમ કોર્ટમાં પરમબિરના વકીલ તરીકે મુકુલ રોહતગી હાજર રહેતાં આ આક્ષેપો સાચા હોવાની વાતો શરૂ થઈ છે. રોહતગીની ગણના ભાજપના માણસ તરીકે થાય છે.
ભાજપે સોમવારે સંસદમાં દેશમુખનો મુદ્દો ગજવ્યો હતો
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર આવી પછી એટર્ની જનરલ તરીકે કામ કરનારા રોહતગી સુપ્રીમ કોર્ટના સૌથી મોંઘા વકીલોમાં એક છે. પરમબિર જેવા સરકારી નોકરી કરનારા અધિકારીને રોહતગી જેવા હાઈ પ્રોફાઈલ કોઈના પીઠબળ વિના ના પરવડે એવું પણ ચર્ચાઈ રહ્યું છે. યોગાનુયોગ ભાજપે સોમવારે સંસદમાં દેશમુખનો મુદ્દો ગજવ્યો હતો.
ભાજપનું પીઠબળ હોય તો પણ પરમબિર કશું કરી શકે એ સ્થિતિમાં નથી
ભાજપનાં સૂત્રો સ્વીકારે છે કે, ભાજપનું પીઠબળ હોય તો પણ પરમબિર કશું કરી શકે એ સ્થિતિમાં નથી. બલ્કે સુપ્રીમમાં ગયા પછી તો તેમને સસ્પેન્ડ કરી દેવાય એવી શક્યતા વધી ગઈ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31