GSTV
Gujarat Government Advertisement

Gmail એપ થઈ રહી છે ક્રેશ : યુઝર્સને ઈમેઈલ ખોલવામાં પડી રહી છે તકલીફો, આ એપ્લિકેશનોમાં પણ આવી સમસ્યા

Last Updated on March 23, 2021 by

સર્ચ એન્જિન ગૂગલની લોકપ્રિય ઈમેઈલ સેવા જીમેઈલ એપ્લિકેશન સહિતની અન્ય કેટલીક સેવાઓમાં મંગળવારે અડચણ અનુભવાઈ હતી. આ કારણે જીમેઈલના અનેક યુઝર્સે સોશિયલ મીડિયા પર ફરિયાદોનો મારો ચલાવ્યો હતો. કેટલાક યુઝર્સના સ્માર્ટફોનમાં જીમેઈલ એપ ઉપરાંત Google Pixel અને Amazon જેવી અન્ય કેટલીક એપ પણ ક્રેશ થઈ રહી છે.

યુઝર્સ જીમેઈલ એપ એક્સેસ નથી કરી શકતા

સ્વતંત્ર ટ્રેકિંગ વેબસાઈટ ડાઉન ડિટેક્ટરના દાવા પ્રમાણે હાલ એન્ડ્રોઈડ ડિવાઈસ પર અનેક જીમેઈલ યુઝર્સ આઉટેજનો અનુભવ કરી રહ્યા છે. હકીકતમાં યુઝર્સ જીમેઈલ એપ એક્સેસ નથી કરી શકતા. ડાઉન ડિટેક્ટર એ વેબ સેવાઓના ઓફલાઈન થવાની જાણકારી ભેગી કરવા સોશિયલ મીડિયા પર નજર રાખનારી એક સ્વતંત્ર સંસ્થા છે.

gmail

ફોન રિસ્ટાર્ટ કર્યો તો પણ સમસ્યા દૂર ન થઈ

એક જીમેઈલ યુઝરે ડાઉન ડિટેક્ટરના ફોરમ પેજ પર લખ્યું હતું કે, જીમેઈલ એપ ખોલીએ એટલે ક્રેશ થઈને તરત બંધ થઈ જાય છે. ફોન રિસ્ટાર્ટ કર્યો તો પણ સમસ્યા દૂર ન થઈ. હાલ દિગ્ગજ કંપનીએ આ સમસ્યા ફિક્સ નથી કરી.

એપ કયા કારણે ક્રેશ થઈ રહી છે તેનો ખુલાસો નથી થયો

જીમેઈલ એપ કયા કારણે ક્રેશ થઈ રહી છે તેનો ખુલાસો નથી થયો પરંતુ જીમેઈલ યુઝર્સ જે રીતે ટ્વીટર પર ફરિયાદો કરી રહ્યા છે તે જોતા સમસ્યા મોટી હોવાનું જણાઈ રહ્યું છે. જીમેઈલ ઉપરાંત યાહૂ, ગૂગલ અને એમેઝોન એપના ઉપયોગમાં પણ મુશ્કેલી આવી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો