GSTV
Gujarat Government Advertisement

અરે વાહ! માત્ર 100 રૂપિયાના રોકાણથી કરો તગડી કમાણી, આ સ્કીમમાં શાનદાર રિટર્ન મળવાની છે ગેરેન્ટી

રોકાણ

Last Updated on March 23, 2021 by

જો નાની બચત અને રોકાણ પર તમે વધુ સારો નફો મેળવવા માંગતા હોય, તો એક કંપની ખૂબ જ શાનદાર સ્કીમ લઇને આવી છે. આ યોજના ગોલ્ડમાં રોકાણની છે. ગોલ્ડમાં રોકાણ કરવુ લોકોને પસંદ છે. કારણ કે તેમાં હંમેશાથી વધુ ફાયદો મળે છે. ગોલ્ડમાં રોકાણને સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે તેના વાસ્તવિક મૂલ્યમાં ક્યારેય ઘટાડો નથી થતો. તેથી પરંપરાગત રોકાણકારોથી લઇને મોટાભાગના લોકો સોનુ ખરીદવા માગે છે. સાથે જ ગોલ્ડ પ્રત્યે લોકોના આકર્ષણને ધ્યાનમાં લેતા બેંક અને અન્ય ફાઇનાન્શિયલ કંપનીઓ પણ સોનામાં રોકાણ માટે સ્કીમ લાવતી રહે છે. હાલ, એક કંપનીએ ગોલ્ડમાં રોકાણની એક આવી જ સ્કીમ લોન્ચ કરી છે. જેમાં કોઇપણ પૈસા લગાવીને વધુ સારો નફો મેળવી શકે છે. જણાવી દઇએ કે આ સ્કીમમાં રોકાણની શરૂઆત ફક્ત 100 રૂપિયાથી કરી શકાય છે. ચાલો તમને આ યોજના વિશે જણાવીએ વિગતે…

સ્કીમ

સિપ્લીએ શરૂ કરી ગેરેન્ટીડ ગોલ્ડ સ્કીમ

ગોલ્ડમાં રોકાણની નવી સ્કીમ માઇક્રો-સેવિંગ્સ ફિનટેક પ્લેટફોર્મ સિપ્લીએ શરૂ કરી છે. આ સ્કીમનું નામ સિપ્લી ગેરેન્ટીડ ગોલ્ડ સ્કીમ છે. કંપનીનું કહેવુ છે કે તેમાં માસિક હપ્તો ઘણો ઓછો છે અને રિટર્ન સરેરાશ કરતાં વધુ મળે છે.

સિપ્લી 40 કરોડ લોકોને ‘નાની આર્થિક સેવાઓ’ પૂરી પાડે છે. આ મોબાઇલ એપ દ્વારા રોકાણની અને અન્ય ફાઇનાન્શિયલ સ્કીમ ચલાવે છે. ગેરેન્ટીડ ગોલ્ડ સેવિંગ્સ એક એવી સ્કીમ છે, જેમાં અનેક પ્રકારની ખાસિયત છે. સૌથી મોટી વાત તો એ છે કે તેમાં કોઇ માટે રોકાણ કરવુ મુશ્કેલ નથી.

સ્કીમ

ઓછી આવક ધરાવતા લોકો માટે ખાસ છે આ સ્કીમ

સિપ્લીની આ ગેરેન્ટીડ ગોલ્ડ સેવિંગ્સ સ્કીમમાં ફક્ત 100 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકાય છે. કંપનીનું કહેવુ છે કે આ રોકાણનું શરૂઆતનું સ્તર જાણીજોઇને ઓછુ એટલા માટે રાખવામાં આવ્યું છે, જેથી ગેરેન્ટીડ ગોલ્ડ સ્કીમઅને તેનો લાભ લઇ શકે. આ સ્કીમ દ્વારા દેશના અંતરિયાળ વિસ્તારોમાં લોકોન પણ 24 કેરેટ ગોલ્ડ સ્કીમ સુધી પહોંચ હાંસેલ થશે. આ સ્કીમ તમામ માટે આર્થિક રૂપે સુવિધાજનક છે.

આ સ્કીમમાં લઘુત્તમ રોકાણ 100 રૂપિયા પ્રતિ અઠવાડિયુ કરી શકાય છે. આ યોજનાનો પીરિયડ 3 મહિનાનો છે. તેમાં કોઇ રોકાણકાર 3 મહિનામાં વધુ 10 ટકા ગોલ્ડ હાંસેલ કરી શકે છે. જ્યારે મોટાભાગના જ્વેલર્સ દ્વારા રજૂ કરવામાં આવતી યોજનાઓમાં બજારનો વર્તમાન દર 8.33 ટકા છે.

સ્કીમ

વધારાના ડોક્યુમેન્ટ્સ વિના આ સ્કીમમાં કરો રોકાણ

સિપ્લી કંપનીનું કહેવુ છે કે તે એક એવુ પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે, જેના દ્વારા વેપારી અને કામકાજી લોકો સરળતાથી તેની સાથે જોડાઇ શકે. કંપનીનું કહેવુ છે કે તે નાની બચત યોજનાઓનો વિકલ્પ રજૂ કરવા માગે છે. કંપનીનું કહેવુ છે કે તે એસએમએસ આધારિત ટ્રાન્જેક્શનની સુવિધા શરૂ કરવા માટે કામ કરી રહી છે, જેથી તેને ફીચર ફોન યુઝર્સ માટે પણ સરળ બનાવી શકાય.

સિપ્લી એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. તે અંગ્રેજી ઉપરાંત ભારતની ક્ષેત્રીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ કરવો સરળ છે. તેમાં યુઝર્સને કોઇ એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ્સ આપવાની જરૂર નથી કારણ કે સિપ્લી ગેરેન્ટીડ ગોલ્ડ સેવિંગ્સ સ્કીમ સીધા તેમના ફોન નંબર સાથે લિંક થાય છે.

સિપ્લીની મ્યુચુઅલ ફંડ ઑફર પણ સંપૂર્ણ રીતે ડિજિટલ સાઇન વાળી પ્રક્રિયાથી ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂરી થાય છે. વર્ષ 2020માં લોન્ચિંગ બાદથી અત્યાર સુધી સિપ્લી એપમાં આશરે 80 હજાર યુઝર રજીસ્ટર્ડ થઇ ચુક્યા છે. સિપ્લી પ્લેટફોર્મ પર અત્યાર સુધી આશરે 25 કરોડ રૂપિયાનો બિઝનેસ થઇ ચુક્યો છે. તેના પર ટ્રાન્જેક્શનની સંખ્યા 3 લાખને પાર કરી ચુકી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો