Last Updated on March 23, 2021 by
મેકર્સે મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘થલાઇવી‘ (Thalaivi)નું મોસ્ટ અવેઇટેડ ટ્રેલર રીલીઝ કરી દીધું છે. તમિલનાડુના પોપ્યુલર સીએમ દિવંગત જે જયલલિતાની બાયોપિક ફિલ્મ ‘થલાઇવી’નું ટ્રેલર 23 માર્ચ 2021ના રોજ કંગના રનૌતના જન્મ દિવસના અવસરે રીલીઝ કરવામાં આવ્યું છે. આ અવસરે ખાસ કરીને કંગના ઉપસ્થિત રહી, જેની સાથે ફિલ્મના ડાયરેક્ટર વિજય અને પ્રોડ્યુસર પણ નજરે આવ્યા.
આ ટ્રેલરે રીલીઝ સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મની ટ્રેલર ફરી એકવાર કંગનીની દમદાર અદાકારીને સાબિત કરે છે. રીલીઝ થયાના 3 મિનિટમાં જ ટ્રેલરને 6 હજારથી વધુ વ્યૂઝ મળ્યા. તમે પણ જુઓ આ ટ્રેલર….
સંઘર્ષથી સફળતા સુધીની કહાની
ફિલ્મ થલાઇવીની વાત કરીએ તો આ લેજેંડરી અભિનેત્રી અને પછીથી રાજનેતા બનેલી જયલલિતાના જીવનની કહાની પર આધારિત છે. જયલલિતાના ફિલ્મોમાં સંઘર્ષ કરવાના દિવસોથી સફળતાની બુલંદીઓ સુધી અને પછી દેશના પ્રભાવશાળી રાજનેતા બનવા સુધીના સફરને આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યુ છે.
ક્યારે રીલીઝ થશે ફિલ્મ
તાજેતરમાં જ જયલલિતાની જયંતી પર ફિલ્મના મેકર્સે ત્રણ ભાષાઓમાં ફિલ્મ ‘થલાઇવી’ને 23 એપ્રિલ 2021ના રોજ રિલિઝ કરવાની ઘોષણા પણ કરી. આ ફિલ્મ વિબરી મોશન પિક્ચર્સ, કર્મા મીડિયા એંટરટેનમેંટ અને ઝી સ્ટુડિયોઝ બનાવી રહ્યાં છે. જેમાંથી ગોથિક એંટરટેન્મેન્ટ અને સ્પ્રિંટ ફિલ્મ્સ એસોસિએટ છે.
આ ફિલ્મ માટે કંગનાએ 20 કિલો વજન વધાર્યુ
કંગનાએ જણાવ્યું હતું કે આ ફિલ્મ માટે તેણે 20 કિલો વજન વધાર્યુ અને પછી તેને જલ્દી જ ઉતાર્યુ. તેને લઇને તેમણે તસવીરો પણ શેર કરી હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31