GSTV
Gujarat Government Advertisement

ઈતિહાસના નવા સિલેબસનું ભગવાકરણ: UGCએ તૈયાર કરેલા નવા સિલેબસ પર લાગી રહ્યા છે ગંભીર આરોપ

Last Updated on March 23, 2021 by

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા ડ્રાફ્ટ કરવામાં આવેલા ઈતિહાસ માટે નવા સિલેબસ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આયોગ તરફથી સ્નાતક માટે બનાવવામાં આવેલા નવા સિલેબસને તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેના માટે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને વેબસાીટ પર 28 ફેબ્રુઆરી સુધી લોકોને આ અંગે પ્રતિક્રિયા આપવા જણાવ્યુ છે. જો કે, આયોગ તરફથી તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટ પર કેટલાય લોકો સવાલો ઉભા કરી રહ્યા છે. તેમનું કહેવુ છે કે, આયોગ તરફથી પાઠ્યક્રમમાં ભગવાકરણનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ કામ યુનિવર્સિટીઓએ કરવાનું હોય છે

જાણકારોનું કહેવુ છે કે, આવુ પહેલીવાર થઈ રહ્યુ છે, જ્યારે ઉચ્ચ શિક્ષણ નિયામક સામાન્ય દિશા-નિર્દેશ જાહેર કરવાના બદલે ઈતિહાસનો સંપૂર્ણ પાઠ્યક્રમ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે. અહીં ઉલ્લેખનીય છે કે, યુજીસી તરફથી તૈયાર કરવામાં આવેલા સિલેબસમાં 20થી 30 ટકા પરિવર્તન કોઈ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે. નવા ડ્રાફ્ટમાં સિલેબસ અનુસાર હવે દિલ્હી યુનિવર્સિટીમાં ઈતિહાસ (ઓનર્સ)ના પ્રથમ પેપરમાં ‘આઈડિયા ઓફ ભારત’ ભણાવવામાં આવશે.

વિદ્યાર્થીઓના આરોપ

વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આરોપ લગાવ્યો છે કે, નવા સિલેબસમાં મુસ્લિમ શાસનના મહત્વને ઓછુ આંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને વૈદિક કાળ અને હિન્દુ ધાર્મિક ગ્રંથો સાથે જોડાયેલા મિથકોને નાખવામાં આવ્યા છે. વેદ, ઉપનિષદ જેવા ધાર્મિક સાહિત્યને સિલેબસમાં જગ્યા આપવામાં આવી છે.

ઈતિહાસના પેપરોમાં ફેરફાર

ડ્રાફ્ટ સિલેબસના ત્રીજા પેપરમાં પ્રાચિન ઈતિહાસમાં સિંધૂ-સરસ્વતીની સભ્યતાને બતાવામાં આવી છે. તેના પતનના કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, વેદોમાં સરસ્વતી નદીનો ઉલ્લેખ મળે છે. પણ ઈતિહાસમાં તેની વ્યાખ્યા વિવાદીત રહી છે.

‘ભારતની સાંસ્કૃતિક વિરાસત’ નામના 12માં પેપરમાં ‘રામાયણ અને મહાભારતથી જોડાયેલા સાંસ્કૃતિક વિરાસતની પરંપરા’ જેવા વિષય શામેલ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના આરોપ છે કે, નવા સિલેબસમાં આક્રમણકારી શબ્દનો પ્રયોગ ફક્તને ફક્ત મુસ્લિમ શાસકોની આગળ લગાવામાં આવ્યો છે. ઈસ્ટ ઈંડિયા કંપનીને પણ આક્રમણકારી બતાવામાં આવી નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો