GSTV
Gujarat Government Advertisement

Holi Maha Sale: સ્માર્ટફોન, ગેજેટ્સ અને રંગ-મીઠાઈ સહીત 15000થી વધુ પ્રોડક્ટ્સ પર 80%ની છૂટ, ચેક કરો લિસ્ટ

સ્માર્ટફોન

Last Updated on March 23, 2021 by

ભારતમાં ઘરેલું ઈ-કોમર્સ પ્લેટફોર્મ Paytm Mallએ હોળી સ્પેશિયલ Maha Shopping Festivalની ઘોષણા કરી દીધી છે. એની શરૂઆત 20 માર્ચે થઇ ગઈ છે. આ સેલ 9 દિવસ સુધી ચાલશે. આ સેલ માટે Paytm Mallએ એક્સિસ, ICICI અને સ્ટાન્ડર્ડ બેન્ક સાથે ભાગીદારી કરી છે. 9 દિવસના આ સેલમાં 15,000થી વધુ બ્રાન્ડના પ્રોડક્ટ પર 80% ડિસ્કાઉન્ટ, કેશબેક અને આકર્ષક ઓફર મળશે. જેમાં એપલ, સેમસંગ, જેબીએલ, રેડ ટેપ, એડિડાસ, પુમા જેવા અન્ય બ્રાન્ડ સામેલ છે.

સ્માર્ટફોન પર શાનદાર ઓફર

કંપની મુજબ, એપલ, સેમસંગ, વીવો અને ઓપ્પોના બેસ્ટ સેલિંગ સ્માર્ટફોન પર 25%નું ડિસ્કાઉન્ટ અને 5000 રૂપિયા સુધીનું કેશબેક મળશે. એની સાથે જ 9600 રૂપિયા સુધી એક્સચેન્જ ઓફર આપવામાં આવશે. અન્ય ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સની વાત કરીએ તો 75%નું ડિસ્કાઉન્ટ અને 3,000 રૂપિયા સુધી કેશબેક ઓફર આપવામાં આવી રહી છે. ગ્રાહક તમામ પ્રોડક્ટ્સને નો-કોસ્ટ EMI પર ખરીદી શકાય છે.

સેલમાંથી કરો આ સામાનોની ખરીદી

તહેવારોને ધ્યાનમાં રાખતા Paytm Mall પારંપરિક કારીગરો, MSME, મેડ ઈન ઇન્ડિયા બ્રાન્ડો, સરકાર દ્વારા સંચાલિત એમ્પોરિયમથી લાખો ઉત્પાદનોનું પ્રદર્શન કરી રહ્યો છે. પારંપરિક પરિધાન અને સહાયક ઉપકરણ પર વિશેષ ડિલ્સ અને છૂટની રજૂઆત કરી રહ્યું છે. સાથે જ કોટેજ એમ્પોરિયમ, કારીગર અને મહિલા ઉદ્યમીના હાથથી બનેલ આભૂષણ, બનારસી અને કાંજીવરમ સારી, હાથથી સીવેલા કુર્તા, વિવિધ રાજ્યોના કપડા સાથે ઘર અને રસોઈ સજાવટ જેવા ઉત્પાદનોને ગ્રાહક માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

હોળીના કલર અને મીઠાઈ પર છૂટ

Paytm Mall હોળીના તહેવારને વધુ મીઠો બનાવવા માટે સેલમાં આગરાના પેંડા, રાજસ્થાનના ઘેવર, ચાંદની ચોકનો સોન હલવો સહીત દેશભરથી વિશેષ મીઠાઈની વિશેષ ડિલિવરીની સુવિધા આપી રહ્યો છે. આ ત્યોહારી સીઝનમાં ઓર્ગેનિક હોળી કલર, પાણીની બંદુકો અને અન્ય સામનો પર 70%થી વધુ છૂટ પણ આપી રહ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો