Last Updated on March 23, 2021 by
રિટાયરમેન્ટ બાદના વર્ષોમાં મોટાભાગના લોકો મોટાભાગે આર્થિક સ્ત્રોતોને લઇને તણાવમાં રહે છે. ખાસ કરીને તો પોતાના સ્વાસ્થ્યની સારસંભાળને લઇને વધુ ચિંતિત રહે છે કારણ કે સ્વાસ્થ્યને લગતાં ખર્ચમાં સતત વધારો થઇ રહ્યો છે. રિટાયરમેન્ટ બાદ પણ પોતાના જીવનના લક્ષ્યોને પૂરા કરવા માટે તેમને પૂરતા ફંડની જરૂર છે. તેવામાં તેમની પબાસે એક મજબૂત રિટાયરમેન્ટ પ્લાન હોવો જરૂરી છે. એક એવો પ્લાન જે આજીવન નિયમિત આવકની ગેરેન્ટી આપે, જેથી તે પોતાના જીવનના લક્ષ્યોને હાંસેલ કરી શકે. સાથે જ તેમની ગેરહાજરીમાં પોતાના પરિવારને પણ તે કાબેલ બનાવી શકે કે જરૂરિયાતો પૂરી કરવામાં પરિવારને મદદ મળે.
જાણો શું છે આ રિટાયરમેન્ટ પ્લાન
બજાજ આલિયાંઝ લાઇફ ગેરેન્ટીડ પેન્શન (Bajaj Allianz Life Guaranteed Pension Goal) જેવા આર્થિક સમાધાન, રિટાયરમેન્ટ બાદના ખર્ચ પૂરા કરવા માટે તમારી સાથે છે. આ પ્લાનમાં ત્યાં સુધી નિયમિત આવકની ગેરેન્ટી આપવામાં આવે છે, જ્યાં સુધી વ્યક્તિ જીવંત છે. આ પ્લાનમાં એન્યુઇટીની રકમ તે સમયે લૉક કરી દેવામાં આવે છે, જ્યારે કોઇ આ પોલીસી ખરીદે છે અને આ રકમ આજીવન નિર્ધારિત રહે છે. આ રીતે, બજાજ આલિયાંઝ લાઇફ ગેરેન્ટીડ પેન્શન ગોલ પોલીસીધારકોને લાંબા સમય માટે ગેરેન્ટીડ આવક પૂરી પાડે છે અને સાથે જ આ પ્લાનમાં પોલીસીધારકને પોતાના જીવનના લક્ષ્યોને પૂરા કરવા માટે નવ એન્યુઇટી વિકલ્પ મળે છે. પોતાની સુવિધા અનુસાર પોલીસીધારક કોઇપણ વિકલ્પ પસંદ કરી શકે છે.
બજાજ આલિયાંઝ લાઇફ ગેરેન્ટીડ પેન્શન ગોલ પોલીસીધારકોને તત્કાલ વાર્ષિક યોજનાના માધ્યમથી તત્કાલ નિયમિત આવકની પસંદગી કરવા અથવા પછીથી Deferred annuity planના માધ્યમથી આવક શરૂ કરવામાં સક્ષમ બનાવે છે. જેમ કે પોલીસીની શરૂઆતમાં વાર્ષિક રકમ નક્કી કરવામાં આવે છે. પોલીસીધારકોને ગેરેન્ટીડ આજીવન નિયમિત આવક પ્રાપ્ત કપવાનું આશ્વાસન આપવામાં આવે છે. યોજનાના અન્ય લાભોમાં સામેલ છે- જોઇન્ટ લાઇફ વિકલ્પ, જ્યાં પોલીસીધારક પાસે પોતાના મૃત્યુબાદ જીવનસાથીને 50 ટકા અથવા 100 ટકા એન્યુઇટી (આવક) સાથે જોઇન્ટ લાઇફ એન્યુઇટી લેવાનો વિકલ્પ મળે છે.
કેવી રીતે અને ક્યાંથી ખરીદશો આ પોલીસી
બજાજ આલિયાંઝ લાઇફ ગેરેન્ટીડ પેન્શન ગોલમાં અનેક વધું સુવિધાઓ છે અને તેમાં પૂરતી ફ્લેક્સિબિલિટી પણ છે. જેમ કે 5થી 10 વર્ષના સમયગાળા માટે પ્રીમિયમ ચુકવણી કરવાની સુવિધા, પોલીસીની વર્ષગાંઠ પર એન્યુઇટી ચુકવવાની ફ્રીકવન્સીને બદલવી અને ત્યાં સુધી કે સિંગલ પ્રીમિયમ પોલીસીનો વિકલ્પ પણ પસંદ કરી શકાય છે. આ ખૂબઓના કારણે બજાજ આલિયાંઝ લાઇફ ગેરેન્ટીડ પેન્શન ગોલ પ્લાન રિટાયરમેન્ટ બાદના જીવન લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પસંદગીના વાર્ષિક પ્લાન્સમાંથી એક બને છે. ગ્રાહક આ યોજનાઓને બજાજ આલિયાંઝ લાઇફ ઇન્શ્યોન્સ કંસલ્ટેંટ્સ (એજન્ટ્સ)ના મોટા નેટવર્ક અને બેંક ભાગીદારોનું સિલેક્શન કરીને ઑનલાઇન અને ઑફલાઇન બંને રીતે ખરીદી શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31