Last Updated on March 23, 2021 by
લગ્નની સિઝન શરૂ થશે જેથી તેમાં લોકો સોના-ચાંદીના ઘરેણાઓ ખરીદી રહ્યા હોય છે. કોરોના કાળમાં સોનું સસ્તુ થવાથી લોકો તેમાં રોકાણ કરી રહ્યા છે. આ દરમ્યાન ઘરેણાની ખરીદીઓ પણ ખૂબ થઈ છે. પરંતુ તમને ખબર છે સરકારે 1 જૂનથી હોલમાર્કિંગ સોનું ફરજીયાત કર્યુ છે. કારણ કે ઘણી વખત સોનું નકલી હોવાની ફરિયાદો મળતી હોય છે. તો તમે કેવી રીતે જાણશો કે સોનું નકલી છે કે અસલી તો આડજે અમે તમને જણાવીશુ તેની રીતો વિશે કે તમે સરળતાથી ચેક કરી શકશો કે તમે ખરીદેલુ સોનું અસલી છે કે નકલી.
ચુંબકની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે
વાસ્તવિક સોનાને ઓળખવામાં ચુંબકની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. જો તમને તે જાણવું છે કે તમારું સોનું વાસ્તવિક છે કે નકલી, તો પછી તમે તમારા સોના પર ટેસ્ટ કરીને તેનો પ્રયાસ કરી શકો છો. જો તમારું સોનું વાસ્તવિક છે તો ચુંબક તેને વળગી રહેશે નહીં. તેમજ જો ચુંબક સોનાને અસર કરે છે, તો તમે સમજી શકશો કે તમારું સોનું નકલી છે.
હોલમાર્કિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે
સોનું ખરીદતી વખતે સોનાની હોલમાર્કિંગ જોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે હોલમાર્ક સોનાને સરકારના નિયમો અનુસાર સૌથી શુદ્ધ માનવામાં આવે છે. તેથી સરકારે સોનાની હોલમાર્કિંગને 1 જૂનથી ફરજિયાત કરી દીધી છે. જો તમે હમણાં સોનું ખરીદવા જાઓ છો, તો તમે હોલમાર્કના નિશાન જોઈને જ સોનુ ખરીદવાનો આગ્રહ રાખજો નહિ તો તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો.
પાણીથી પણ કરી શકો છો ઓળખ
અસલી સોનાની ઓળખ કરવાની સરળ રીત પાણી પણ છે. તમારી પાસે જે પણ સોનું છે તેને પાણીમાં નાંખીને જુઓ. જો તમારુ સોનું પાણીમાં તરે છે તો સમજી લો કે તમારુ સોનું નકલી છે. કારણ કે અસલી સોનું કયારેય પાણીની ઉપર તરતુ નથી. આ ટેસ્ટને તમે ઘરબેઠા સરળતાથી ચેક કરી શકો છો.
નાઈટ્રિક એસિડથી કરો ઓળખ
અસલી સોનાની ઓળખ કરવામાં નાઈટ્રિક એસિડની પણ ખાસ ભૂમિકા હોય છે. તમમે સોનાને સ્ક્રેચ કરી તેની પર થોડુ નાઈટ્રિક એસિડ નાંખો. જો સોનામાં તે અસિડ નાંખ્યા બાદ કોઈ અસર નથી થતી તો તમારુ સોનું અસલી છે. નકલી સોનું હોય તો તેનો કલર બદલાય જાય છે.
રસોડામાં પણ ચેક કરી શકો છો સોનાની ઓળખ
તમારા કિચનમાં રહેલુ વિનેગર પણ અસલી સોનાની ઓળખ કરી શકે છે. તમે તમારા સોનામાં વિનેગરના કેટલાક ટીપા નાંખો જો સોનું અસલી હશે તો તેનો રંગ બદલાશે નહિ.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31