GSTV
Gujarat Government Advertisement

ટેક ટિપ્સ / ઈન્ટરનેટ અને બ્લૂટૂથ વગર પણ હવે બીજા ફોનથી કનેક્ટ થઈ જશે તમારો ફોન, ગૂગલની આ નવી એપ આવી રીતે કરશે કામ

Last Updated on March 23, 2021 by

ગૂગલે પોતાની નવી એપ લોન્ચ કરી છે. એપનું નામ WifiNanScan એપ છે. જેની મદદથી તમે તમારી આસપાસના સ્માર્ટફોન યૂઝર્સને કનેક્ટ કરી શકો છો. WifiNanScan એપ હાલ ડેવલપર્સ માટે બનાવાઈ છે. જેથી તે વાઈફાઈ સાથે એક્સપેરિમેન્ટ કરી શકે છે. જણાવી દઈએ કે, વાઈફાઈ Aware એક Neighbour Awareness Networking છે જે સ્માર્ટફોન યૂઝર્સને એક બીજાથી કનેક્ટ કરવામાં મદદ કરે છે.

એકબીજાને કનેક્ટ કરવા માટે સ્માર્ટફોનનનું એન્ડ્રોયડ વર્ઝન 8 અથવા તેનુ ઉપરનું વર્ઝન હોવું જરૂરી છે. આ એપની મદદથી બે સમાર્ટફોન યૂઝર્સ કોઈપણ ક્નેક્ટિવિટી વગર એક બીજાથી કનેક્ટ થઈ શકે છે. તે તમામ આસપાસના નેટવર્કની મદદથી કનેકટ થાય છે જેથી યૂઝર્સ ડેટા અથવા મેસેજ શેર કરી શકે છે.

એપનો ફાયદો

google
  • એપ દ્વારા ઉપયોગ કરેલા નેટવર્કની મદદથી તમે સૂરક્ષિત રીતે પ્રિંટર પર ડોકયૂમેન્ટ મોકલી શકો છો. તે તમામ કામ કોઈ વગર નેટવર્કએ લોગઈન થઈ જશે.
  • કોઈપણ ઈન્ટરનેટ કનેક્શન વગર તમે કોઈપણ રેસ્ટોરન્ટમાં રિઝર્વેશન કરી શકો છો. આ તમામ કામ વગર ઈન્ટરનેટ કનેકશન વગર થઈ શકે છે. તે ત્યારે પણ શક્ય છે જયારે રેસ્ટોરન્ટ બંધ હશે.
  • -સ્કૂલમાં જાતે ચેકઈન અને રોલ કૉલ થઈ શકે છે.
  • એરપોર્ટ સિક્યોરિટી, કસ્ટમ, ઈમિગ્રેશનમાં તમે કોઈપણ આઈડી વગર ચેકઈન કરી શકો છો. આ એપને તમે સરળતાથી ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. એપ 1 મીટરથી લઈને 15 મીટર સુધીના એરિયામાં કામ કરી શકે છે. ડેવલપર્સ, OEMS અને રિસર્ચર્સ આ ટૂલનો ઉપયોગ કરી રેંજ અને ડિસ્ટંસને કેલ્કયૂલેટ કરી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો