Last Updated on March 23, 2021 by
જો તમે પોસ્ટ ઓફિસમાં PPF ખાતા અથવા રિકરિંગ ડિપોઝિટ ના કામ તમારે 31 માર્ચ પહેલા કેટલાક જરૂરી કામ કરવાના રહેશે. નાણાકીય વર્ષ 2021ને પુરુ થવામાં ગણતરીના દિવસો જ બચ્યા છે. એવામાં આ મહત્વપૂર્ણ છે કે તમે તમારા નાણાકીય કામોને છેલ્લી તારીખ પહેલા પૂરા કરી લો. જો તમે ડયૂ ડેટ પહેલા આ કામોને પુરા નહિ કરો તો તમારે દંડ ભરવો પડી શકે છે. આવો જાણીએ 31 માર્ચ પહેલા કયા-કયા કામ કરવા જરૂરી છે. જેથી પેનલ્ટી ભરવાથી બચી શકાય છે.
જયારે તમે કોઈ સ્કીમમાં રોકાણ કરો છો તો એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા એકવાર મિનિમમ અમાઉન્ટ જમા કરવાનું હોય છે. એવુ નહિ કરવા પર તમારુ અકાઉન્ટ ડિએક્ટિવેટ થઈ જાય છે. બાદમાં તે અકાઉન્ટને એક્ટિવ કરવા માટે મિનિમમ અમાઉન્ટ સાથે પેનલ્ટી પણ ભરવી પડે છે.
PPF અકાઉન્ટ
ખાતાને એક્ટિવ રાખવા માટે દરેક નાણાકીય વર્ષમાં PPF (Public Provident Fund) ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયાનનું રોકાણ કરવાની આવશ્યકતા હોય છે. જો તમે મિનિમમ અકાઉન્ટ જમા નહિ કરો તો તમારુ ખાતુ ઈનએક્ટિવ થઈ જશે. દરેક વર્ષે 50 રૂપિયાની પેનલ્ટી લગાવામાં આવશે જયા સુઘી ખાતુ ડિફોલ્ટ રહેશે. પેનલ્ટી ભરવા પર અને આવશ્યક ન્યૂનતમ રકમ જમા કરાવ્યા બાદ ખાતુ એક્ટિવ થઈ જશે.
પોસ્ટ ઑફિસ RD ખાતુ
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (આરડી) ના કિસ્સામાં, માસિક યોગદાન મહિનાના 15 મા દિવસ પહેલાં જમા કરાવવું પડે છે, જે મહિનાના પ્રથમ અને 15 મા દિવસની વચ્ચે ખોલવામાં આવે છે અને ખાતામાં રકમ 16 મી તારીખે અને પછીથી ખોલવામાં આવે છે મહિનાના અંતિમ દિવસે. સુધી જમા કરાવવી જોઈએ જો રકમ એક મહિનામાં જમા કરાવવામાં નહીં આવે તો તે ડિફોલ્ટ થાય છે. ડિફોલ્ટના કિસ્સામાં, ડિફોલ્ટના દર મહિને 100 રૂપિયા જમા કરાવવાની આવશ્યકતા હોય છે અને ઓછામાં ઓછા ચાર ડિફોલ્ટ થઈ શકે છે. તેથી, જો તમે માર્ચ મહિના માટે તમારા આરડી હપ્તા જમા કરાવ્યા નથી, તો હવે કરો.
સૂકન્યા સમૃદ્ધિ ખાતુ
જો તમે તમારી દિકરીના નામ પર પોસ્ટ ઑફિસમાં સૂકન્યા સમૃદ્ધિ ખાતુ ખોલાવ્યુ છે તો 31 માર્ચ સુધી તેમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરો. સૂકન્યા સમૃદ્ધિ ખાતાને ચાલૂ રાખવા માટે દરેક વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરવવા જરૂરી છે. જો કોઈ વર્ષે તમે મિનિમમ અમાઉન્ટ જમા નથી કર્યુ તો ખાતુ ડિફોલ્ટ ખાતુ માનવામાં આવશે. ખાતાને ફરીથી ચાલુ કરાવવા તમારે મિનિમમ 250 રૂપિયા સાથે 50 રૂપિયા પેનલ્ટી રૂપે ચૂકવણી કરવી પડશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31