Last Updated on March 23, 2021 by
સરકાર તરફથી જારી નવા નિયમ મુજબ, હવે ડિજિટલ રીતે જીવન પ્રમાણપત્ર એટલે લાઈફ સર્ટિફિકેટ મેળવવા માટે આધારને સ્વૈચ્છીક બનાવી દેવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય તરફથી 18 માર્ચે આ સંબંધિત અધિસુચના જારી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આધારની પ્રામાણિકતા સ્વૈચ્છીક આધાર પર થશે.
નવા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે ઇન્સ્ટન્ટ મેસેજિંગ સોલ્યુસન એપ ‘સંદેશ’ અને કાર્યાલયોમાં હાજરી લગાવવા માટે આધાર ઓથેન્ટિકેશનને સ્વૈચ્છીક કરી દેવામાં આવ્યા છે.
હવે શું થશે ?
પેંશનર્સ માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની શરૂઆત વડીલોને રાહત આપવા માટે કરવામાં આવી હતી. પેન્શન લેવા માટે તેમના જીવિત હોવાનો પુરાવો આપવા માત્ર તેમણે લાંબી યાત્રા કરી પેન્શન વિતરણ કરતી એજન્સી સમક્ષ ઉપસ્થિત થવું પડતું હતું. ત્યાર પછી જ્યાં તેઓ લોકો નોકરી કરતા રહ્યા છે ત્યાંથી જીવન પ્રમાણપત્ર લાવવાનું રહેતું હતું અને પેન્શન વિતરણ એજન્સી પાસે જમા કરાવવાનું રહેતું હતું. ડિજિટલ રીતે જીવન પ્રમાણપત્ર જારી કરવાની સુવિધા મળ્યા પછી પેંશનરોએ પોતે એજન્સી સમક્ષ ઉપસ્થિત રહેવાની આવશ્યકતાથી રાહત મળી ગઈ છે.
શું છે ફેરફાર ?
ઘણા પેંશનરોએ આ મામલે ફરિયાદ કરી હતી કે આધાર કાર્ડ નહિ હોવાના કારણે તેમની પેન્શન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અથવા એમના અંગુઠાના નિશાન મેચ થતા નથી. એના માટે કેટલાક સરકારી સંગઠનો જ્યાં 2018માં વૈકલ્પિક માર્ગ શોધતા હતા. ત્યાં જ હવે, જારી નવી અધિસુચના મુજબ આધારને ડિજિટલ જીવન પ્રેમપત્ર જારી કરવા માટે સ્વૈચ્છીક બનાવી દેવામાં આવ્યો છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31