GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ તેજ / શિવસેનાએ પૂર્વ કમિશનરના લેટર બોમ્બને ગણાવ્યું ષડયંત્ર

Last Updated on March 22, 2021 by

એન્ટિલિયા કેસમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના લેટર બોમ્બથી મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણની સ્થિતિ છે. અનિલ દેશમુખ વિપક્ષના નિશાન પર છે, વિપક્ષના આરોપો પર વળતો પ્રહાર કેવી રીતે કરવો તે અંગે શિવસેના-એનસીપીના નેતાઓ વચ્ચે ચર્ચા અને બેઠકો થઈ રહી છે.

આ દરમિયાન શિવસેનાએ મુખપત્ર સામના થકી ભાજપના આરોપો પર વળતો પ્રહાર કર્યો હતો અને સવાલ કર્યો કે- પરમબીર સિંહનો પત્ર ક્યાંક કોઈ ષડયંત્ર તો નથી. પરમબીર સિંહ પર કાલ સુધી વિશ્વાસ ના કરનાર ભાજપ આજે તેમને માથે બેસાડી નાચી રહ્યું છે. જો મહારાષ્ટ્રની સરકાર પાડવાનો પ્રયાસ કરાશે તો ભડકો થશે. સામનામાં આરોપ લગાવવામાં આવ્યો કે, પરમબીરનો પત્ર ફડણવીસની મોદી અને શાહ સાથેની મુલાકાત બાદ સામે આવ્યો હતો.

શિવસેનાએ સામનામાં પરમબીરના પત્ર સામે સવાલ ઉઠાવતા કહ્યું કે,‘પરમબીર વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારે કાર્યવાહી કરી તેથી તેમની લાગણીઓને સમજી શકાય છે. ગૃહમંત્રી પર આરોપ લગાવતો પત્ર મુખ્યમંત્રીને લખાયો હોય અને તેને મીડિયામાં ફરતો કરાય તે શિસ્ત વિરુદ્ધ છે. પરમબીરે દાવો ક્રયો દેશમુખે વઝેને 100 કરોડની વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ દોઢ વર્ષથી રેસ્ટોરાં-પબ બંધ છે ત્યારે આ પૈસા ક્યાંથી આવતા હતા? સરકારને મુશ્કેલીમાં મુકવા ભાજપ પરમબીરનો ઉપયોગ કરી રહ્યું છે તેવી શંકા છે. આ સંપૂર્ણ વિવાદ વાઝેના કારણે ઊભો થયો છે, તેમને અમર્યાદિત અધિકાર કોણે આપ્યા હતા.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો