Last Updated on March 22, 2021 by
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે રાજ્યના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ અન્ય રાજ્યોના ડેટા પર સવાલ ઉઠાવ્યા છે. સ્વાસ્થ્યમંત્રીએ સોમવારે કહ્યું કે એવી સંભાવના છે કે બાકીના રાજ્યોમાં કોરોના વાયરસના દૈનિક કેસોની યોગ્ય રીતે રિપોર્ટિંગ કરવામાં આવતું નહીં હોય. તે સાથે તેમણે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા જતા કેસો પાછળ નાગરિકોની બેદરકારી અને હાઈટેસ્ટિંગ રેટ પણ જણાવ્યો હતો.
મેચમાં 75 હજારથી વધુ લોકો હતા છતાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ
આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે તેમને એ વાતની સંભાવન છે કે અન્ય રાજ્યો કોરોના વાયરસના દર્દીઓના ચોક્કસ આંકડાની જાણ ન કરતા હોય. તેમણે ભાર મૂક્યો છે કે મહારાષ્ટ્રમાં તમામ પગલાં યોગ્ય અને પારદર્શક રીતે લેવામાં આવી રહ્યા છે. રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે હાલમાં જ ગુજરાતમાં 75,000 થી વધુ લોકો ક્રિકેટ મેચ જોવા આવ્યા હતા. મેં તેને ટીવી પર જાતે જોયું. મેચ દરમિયાન 75,000 થી વધુ લોકો હતા અને કોઈ સામાજિક અંતર નહોતું.
ચૂંટણીલક્ષી રાજ્યો પર તાક્યું સીધું નિશાન
ટોપેએ કહ્યું કે,ચૂંટણીલક્ષી રાજ્યોમાં યોજાનારી જાહેર રેલીઓ પર નજર કરીએ તો, ત્યાં વિશાળ ભીડ એકત્રીત થઈ રહી છે, કોઈ માસ્ક પહેરેલા જોવા મળતા નથી. તેમણે કહ્યું કે આ બધાને જોતાં મને એવું લાગે છે કે આ રાજ્યો કોરોના વાયરસના યોગ્ય આંકડા આપી રહ્યા નથી. રાજેશ ટોપે મહારાષ્ટ્રના લોકોને પણ કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, જો રાજ્યના લોકો કોરોના માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા રહેશે તો સરકારને લોકડાઉન લાદવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.
સખત કાર્યવાહીના આપ્યા સૂચનો
રાજ્યના આરોગ્યમંત્રીએ કહ્યું કે તેમણે તમામ જિલ્લા અધિકારીઓ અને પ્રશાસન અધિકારીઓને ખાસ સૂચના આપી છે કે સામાજિક અંતર અને માસ્કના માનદંડોને અવગણનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે સરકારનું ધ્યાન રાજ્યના લોકોમાં ઝડપી રસીકરણ પર છે. કોઈ પણ દિવસે, દરરોજ અમે રાજ્યભરમાં 3 લાખ જેટલા લોકોને રસી આપવાનું કામ કરી રહ્યા છીએ. એવામાં એક અઠવાડિયામાં આપણે 20થી 21 લાખ લોકોને રસી આપી શકીએ છીએ.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31