Last Updated on March 22, 2021 by
ઓનલાઇન બેન્કિંગ ફ્રોડનો મુદ્દો આજે લોકસભામાં ઉઠ્યો. થોડા દિવસ પહેલા ખબર આવી હતી કે બેંકો SBI, ICICI, HDFC, Axis Bank, PNB પર ઓનલાઇન ચોરોની નજર છે. આ સમય પર રિઝર્વ બેંકે લોકોને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરતી સમયે એલર્ટ રહેવા કહ્યું હતું.
શું ક્રેડિટ કાર્ડથી ડેટા વેચવામાં આવ્યા ?
આજે લોકસભામાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ડેટા ચોરીને લઇ સવાલ પૂછવામાં આવ્યા. સરકારને પૂછવામાં આવ્યું કે શું સરકારને 12 લાખથી વધુ લોકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ડેટા ઓનલાઇન વેચવામાં આવી રહ્યા હોવાની કોઈ ફરિયાદ મળી છે. અને જાણ છે તો સરકારે આ મામલે શું પગલાં ભર્યા.
13 લાખ ડેબિટ, ક્રેડિટ કાર્ડના ડેટા ડાર્કનેટ પર : સરકાર
નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં જણાવ્યું કે, ભારતીય કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ જાણકારી આપી છે કે, એવી રિપોર્ટ્સ છે કે ઓક્ટોબર 2019માં 13 લાખ ભારતીય ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકોની જાણકારી ડાર્કનેટ પર હાજર હતી. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે જણાવ્યું કે, તેમણે RBI એ બેંકોને આ અંગે એલર્ટ કર્યા છે કે તેઓ આ રિપોર્ટ્સને વેરીફાઈ કરે અને જરૂરી પગલાં ભરે.
સરકારે ભર્યા જરૂરી પગલાં
- CERT-In રિઝર્વ બેન્ક અને બેંકો સાથે મળી ફિશિંગ વેબસાઇટ્સને ટ્રેક કરવા માટે એને ડિસેબલ કરી રહ્યું છે.
- CERT-In લેટેસ્ટ સાયબર અટેક અને એના સમાધાનને લઇ રેગ્યુલર એલર્ટ જારી કરતુ રહ્યું છે.
- તમામ ઇન્ફોર્મેશન સિક્યોરિટી માટે સંસ્થાનોમાં સિક્યોરિટી ઓડીટનું નામાંકન કરવું
- સરકારના સાયબર સ્વચ્છ કેન્દ્ર (Botnet Cleaning and Malware Analysis Centre) લોકો અને સંસ્થાનોને આવા માલવેર પ્રોગ્રામથી છુટકારો મેળવવા ફ્રીમાં ટુલ્સ ઉપલબ્ધ કરાવે છે.
- સરકારે નેશનલ સાઇબર કો-ઓર્ડિનેશન સેન્ટર (NCCC) બનાવ્યા છે જે સાઇબર સિક્યોરિટીની ચેતવણીથી લડવા જાગૃતતા ફેલાવે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31