Last Updated on March 22, 2021 by
નવા વેતનમાનના નિયમ (The New Wage Code) ઘણા દિવસથી ચર્ચામાં છે. એને લઇ મીડિયા રિપોર્ટ્સમાં ઘણું બધું લખવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે. પરંતુ સરકાર તરફથી કોઈ અધિકારીક ઘોષણા કરવામાં આવી નથી. ધ્યાન આપવા વાળી વાત એ છે કે જયારે નવો વેતન કોડ લાગુ થશે ત્યારે ખાનગી સેક્ટરમાં કામ કરવા વાળા કર્મચારીઓને ખુબ ફાયદો થશે. નવા વેતન કોડમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીની બેઝિક સેલરી એના CTCના 50%થી ઓછી હોવી જોઈએ નહિ. એની અસર કર્મચારીના EPFની રકમ પર પડશે. કર્મચારી અને કંપની દર મહિને બેઝિક સેલરીના 12-12% યોગદાન PFમાં આપશે.
EPF ખાતાધારકોને મોટી રાહત
EPFO નિયમો મુજબ જો તમે PFનો પૂરો ભાગ કાઢો છો તો એના પર ટેક્સ નહિ લાગે. માટે નવો વેતન કોડ લાગુ થયા પછી બેઝિક સેલરી 50%થી વધુ હશે અને એના પર PF કપાશે તો PF ફંડ પણ વધુ હશે. એટલે હવે કર્મચારી રીટાયર થશે એની પાસે પહેલાના મુકાબલે વધુ PF બેલેન્સ હશે.
નવા વતન નિયમ મુજબ PF કેલ્ક્યુલેશન
માની લેવો કે એમની ઉમર 35 વર્ષ છે અને તમારી સેલરી માસિક 60,000 રૂપિયા છે. આ કેસમાં જો તમે 10% વાર્ષિક ઇન્ક્રીમેન્ટ માનવામાં આવે તો હાલના PF વ્યાજ દર મુજબ 8.5% પર રિટાયરમેન્ટની ઉંમર એટલે 25 વર્ષ પછી તમારું કુલ PF બેલેન્સ 1,16,23,849 રૂપિયા હશે.
જુનાના મુકાબલે 66% વધુ બનશે પીએફ ફંડ
હાલના EPF યોગદાનથી PF બેલેન્સની તુલના લાગુ કરે છે તો રિટાયરમેન્ટ પછી PF બેલેન્સની રકમ 69,74,309 રૂપિયા હશે. એટલા નવા વેતન નિયમથી PF બેલેન્સ જુના ફંડથી 66% વધુ હશે.
ગ્રેજ્યુટી
નવા વેતન કોડ મુજબ કર્મચારીયોની ગ્રેજ્યુટીમાં ફેરફાર થશે. ગ્રેજ્યુટીની કેલ્ક્યુલેશન હવે મોટા બેઝ પર થશે, જેમાં બેઝિક પે સાથે બીજા ભથ્થા જેવા કે ટ્રાવેલ, સ્પેશલ ભથ્થા વગેરે સામેલ છે. આ બધું કંપનીના ગ્રેજ્યુટી ખાતા સાથે જોડાયેલુ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31