GSTV
Gujarat Government Advertisement

નિર્ણય/ કોવિશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ હમણાં નહીં મળે, સરકારની આવી ગઈ નવી ગાઇડલાઇન્સ

Last Updated on March 22, 2021 by

કોરોના મહામારી વિરૂદ્ધ દેશમાં ચાલી રહેલી લડાઇમાં દેશમાં વેક્સિનેશનનું કામ ખૂબ જ તેજીથી ચાલી રહ્યું છે. એવામાં સોમવારના રોજ કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત સરકારોને મહત્વનો નિર્દેશ મોકલવામાં આવ્યો છે. હવે કોવિશીલ્ડ વેક્સિનના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેના અંતરને વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

vaccination

કેન્દ્રના નિર્દેશ અનુસાર, કોવિશીલ્ડના પ્રથમ અને બીજા ડોઝની વચ્ચે ઓછાં 6થી 8 સપ્તાહનું અંતર હોવું જોઇએ. વર્તમાન સમયમાં પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર 28 દિવસનું છે એટલે કે હવે એકથી બીજો ડોઝનું અંતર એક મહીનાથી વધારીને અંદાજે 2 મહીના કરી દેવાયું.

નિષ્ણાંતોના રિપોર્ટના આધાર પર નિર્ણય

કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, NTAGI અને વેક્સિનને પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. ભારતમાં સૌથી વધારે ઉપયોગ આ જ વેકિસનનો કરવામાં આવી રહ્યો છે.

corona vaccination

દેશમાં હજુ શરૂ છે વેક્સિનેશનનું અભિયાન

ભારતમાં કોરોના વેક્સિનેશનનું મિશન 16 જાન્યુઆરીએથી શરૂ થયું હતું, જ્યારે બીજો ફેઝ 1 માર્ચથી શરૂ થયો હતો. આંકડાઓ અનુસાર, અત્યાર સુધી દેશમાં કોરોના વેક્સિનનો 3.55 કરોડને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે અંદાજે 75 લાખને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

1.16 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં

દેશમાં અત્યારસુધીમાં 1.16 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 1.11 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.60 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે 3 લાખ 31 હજાર 671 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે. દેશમાં ગતવર્ષે લાગુ કરેલા એક દિવસીય જનતા કરફ્યૂને આજે એક વર્ષ પૂર્ણ  થયુ છે..તેવામાં બીજી તરફ દેશમાં ફરી કોરોનાએ ભરડો લીધો છે અને છેલ્લા 24  કલાકમાં દેશમાં 46 હજાર 951 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 212 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.આ સાથે જ દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ત્રણ લાખ 34 હજારને પાર થઈ છે. છેલ્લા 24 કલાકમાં 21 હજાર 180 દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે.દેશભરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા  એક કરોડ 16 લાખ 46 હજારને પાર થઈ છે..જ્યારે કુલ મૃત્યુઆંક એક લાખ 59 હજારને પાર થયો છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો