GSTV
Gujarat Government Advertisement

ઘરમાં પોર્ન જોઇ રહ્યો હતો કિશોર, કિમ જોંગે આખા પરિવારને આપી એવી સજા કે આખા નોર્થ કોરિયામાં કોઇ નહીં કરે આવી ભૂલ

કિમ

Last Updated on March 22, 2021 by

પોતાના વિચિત્ર નિર્ણયો માટે જાણીતા ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ફરી એકવાર ચર્ચામાં છે. કિમ જોંગ ઉને પોર્ન વિરુદ્ધ પોતાની જંગ તેજ કરતાં તાજેતરમાં જ પોર્ન જોનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરી છે. એક કિશોરના પોર્ન જોવા પર તેને અને તેના આખા પરિવારને કડક સજા સંભળાવવામાં આવી.

હકીકતમાં, દુનિયાના ઘણાં દેશો અને રાજ્યોમાં પોર્ન જોનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. આ વચ્ચે ઉત્તર કોરિયાથી આ ખબર સામે આવી છે. કિશોર રાતના સમયે પોતાના માતા-પિતાના ઘરે ન હોવા દરમિયાન પોર્ન વીડિયો જોઇ રહ્યો હતો. તપાસ કરી રહેલી ટીમની નજર તેની એક્ટિવિટી પર ગઇ તો તેને પકડી લેવામાં આવ્યો.

કિમ

કિમ જોંગે કિશોરના પોર્ન જોવા પર આપી આવી સજા

એક રિપોર્ટ મુજબ, ઉત્તર કોરિયાની સત્તારૂઢ વર્કર્સ પાર્ટી સ્કૂલની અંદર બાળકોના પોર્ન જોવા વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. આના પગલે પોલીસે જ્યારે આ એક્ટિવિટી જોઇ તો તે ત્યાં પહોંચી ગઇ. સજા તરીકે તે કિશોર તથા તેના પરિવારને કોરિયાથી દૂરના વિસ્તારમાં મોકલી દેવામાં આવ્યા.

કિમ જોંગે ગત વર્ષે પોર્ન ફિલ્મો વિરુદ્ધ પોતાનું અભિયાન શરૂ કર્યુ હતુ. કિમ જોંગે કહ્યું કે બિનસમાજવાદી વિચાર એક પ્રકારના ટ્યૂમર સમાન છે જે એકતામાં બાધા નાંખે છે. ઉત્તર કોરિયાએ પોર્ન ફિલ્મો પર લગામ કસવા માટે એક નવો કાયદો બનાવ્યો છે. તે અંતર્ગત એવા દોષિઓને 5થી લઇને 15 વર્ષ સુધી સજા રૂપે જબરદસ્ત કામ કરાવવામાં આવી શકે છે.

આ ઉપરાંત એવી સામગ્રીની આયાત કરનારા લોકોને લેબર કેંપમાં આજીવન કારાવાસીને લઇને મોતની સજા આપવામાં આવી શકે છે. સ્કૂલના પ્રિંસિપલને પણ જબરદસ્તી કામ કરવા માટે લેબર કેંપમાં મોકલવામાં આવ્યા છે.

ઉત્તર કોરિયાના તાનાશાગ કિમ જોંગ પોતાના સખત નિર્ણયો માટે મશહૂર છે. કોરોના મહામારીના પગલે ઉત્તર કોરિયામાં કોરોના ગાઇડલાઇન્સ પણ ઘણી સખત છે. જો કે શરૂઆતમાં ઉત્તર કોરિયા તે દાવો કરતુ રહ્યું છે કે તેના દેશમાં કોરોના વાયરસનો એકપણ કેસ નથી. પરંતુ વિશ્લેષણ આ દાવાની ગંભીરતા પર સવાલ ઉઠાવતા રહ્યાં છે.

કિમ

એક વર્ષથી પબ્લિક ઇવેન્ટ્સમાંથી ગાયબ છે કિમ જોંગની પત્ની

તાજેતરમાં જ ઉત્તર કોરિયાના લીડર કિમ જોંગ ઉનની પત્ની પણ એક પબ્લિક ઇવેંટમાં નજર આવી હતી, જે કોરોના કાળ એટલે કે લગભર એક વર્ષથી પબ્લિક ઇવેન્ટ્સથી ગાયબ છે.

જણાવી દઇએ કે દુનિયાના અનેક દેશોમાં પોર્ન વિરુદ્ધ મુહિમ તેજ કરી દેવામાં આવી છે. હાલ થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશમાં પણ યોગી સરકારે પોર્ન જોવા પર સખત પાબંધી લગાવી હતી અને 1090 નંબર શરૂ કર્યો હતો જેથી પોલીસને પોર્ન જોનારાઓની લોકેશન જાણવા મળે અને તે તેમને પકડી શકે.

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તે પણ નક્કી કરવામાં આવ્યું કે આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ અને સાઇકોગ્રાફિક્સ જેવી અત્યાધુનિક ટેક્નીકનો ઉપયોગ કરતાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી સાથે સંબંધિત ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સામગ્રી સર્ચ કરનારા લોકોને ‘પૉપ અપ મેસેજ’ દ્વારા સેનિટાઇઝ કરવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો