GSTV
Gujarat Government Advertisement

જરૂરી માહિતી/ખરીદવા જઈ રહ્યા છે સસ્તું સોનુ તો જાણી લેવો આ જરૂરી વાત, મદદ કરશે જાણવામાં કે સોનુ અસલી છે કે નકલી

સોનુ

Last Updated on March 22, 2021 by

લગ્ન સીઝનમાં જો તમે ગોલ્ડ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો પહેલા કેટલીક વસ્તુ જાણી લેવી જરૂરી છે, જેથી દુકાનદાર તમને કોઈ પણ રીતે ઉલ્લુ ન બનાવી શકે. આ સમયે સોનુ રેકોર્ડ લેવલથી લગભગ 11000 રૂપિયા સુધી સસ્તું થઇ ગયું છે. એવામાં ઘણા લોકો ગોલ્ડને રોકાણ તરીકે ખરીદી રહ્યા છે તો પહેલા એ જાણી લેવો કે અસલી અને નકલી સોનાની ઓળખ કઈ રીતે કરી શકાય.

હોલમાર્ક ચેક કરો

ગોલ્ડ ખરીદતી સમયે તમારે હોલમાર્ક જરૂર જોવું જોઈએ. હોલમાર્ક સર્ટિફિકેશન જો તમારા ગોલ્ડ પર છે તો એનો મતલબ સોનુ અસલી છે. આ સર્ટિફિકેશન બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તરફથી આપવામાં આવે છે.

વિનેગર ટેસ્ટ

સોનુ

એ ઉપરાંત તમે વિનેગર ટેસ્ટ દ્વારા પણ જાણી શકો છો કે સોનુ અસલી છે કે નકલી. જો તમે અસલી સોના પર એક ટીપું વિનેગર નાખો છો તો એના પર કોઈ અસર નહિ થાય. ત્યાં જ તમે નકલી સોના પર નાખતા જ્યાં તે પડશે ત્યાં કલર બદલાઈ જશે.
ચુંબન દ્વારા પણ જાણી શકો છો

એ ઉપરાંત તમે ચુંબક દ્વારા પણ ચેક કરી શકો છો.

સોનુ

સોનામાં ચુંબકીય ગુણ હોતા નથી., જો સોનુ નકલી હશે તો એ ચુંબક લગાવવા પર એને એના તરફ આકર્ષિત કરશે. જો અસલી હશે તો એના પર કોઈ અસર નહિ થાય.

24 કેરેટની નથી બનતી જવેલરી

સૌથી વધુ જરૂરી આ તથ્યને માનવામાં આવે છે કે 24 કેરેટની ગોલ્ડ જવેલરી બનતી નથી. જો કે રિયલ સોનુ 24 કેરેટનું હોય છે, પરંતુ એના આભૂષણ બનતા નથી, કારણ કે તે ખુબ નાજુક હોય છે, સામાન્ય રીતે જવેલરી માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 91.66% સોનુ હોય છે. જેના પર 915 હોલમાર્કનું ચિન્હ હોય છે. 18 કેરેટનું સોનુ 75% શુદ્ધ હોય છે.

સોનાનો ફ્લોટિંગ ટેસ્ટ

ત્રીજી સૌથી સરળ રીત છે પાણીથી ટેસ્ટિંગ કરવું. સૌથી પહેલા એક ઊંડા વાસણમાં 2 ગ્લાસ પાણી નાખો અને ફરી જવેલરીને પાણીમાં નાખો. જો આ જવેલરી પાણીઆ તરવા લાગે તો સમજી જાઓ કે સોનુ અસલી છે. ત્યાં જ જો પાણીમાં બેસી જાય છે તો સમજો કે એ સોનુ નકલી છે.

દાંતોથી કરો ટેસ્ટ

સોનાને દાંતોથી પણ ટેસ્ટ કરી શકાય છે. તમારે માત્ર થોડા સમય માટે સોનાને દાંતો વચ્ચે દબાવી રાખવાનું છે. જો સોનુ અસલી હશે તો તેના પર તમારા દાંતોના નિશાન જોવા મળશે અને તે સ્મેલ કરશે નહિ. એવું એટલા માટે કે સોનુ એક ખુબ જ નાજુક ધાતુ છે. ધ્યાન રાખો કે એટલી પણ જોરથી ન દબાવો કે એ તૂટી જાય.

એક્સપર્ટે કહ્યું કિંમતમાં આવશે તેજી

સોનુ

જાણકારોની માનીએ તો એક વાર ફરી સોનાની કિંમતમાં તેજી આવી શકે છે. ભારતમાં લગ્ન સીઝનને લઇ થનારી ખરીદીથી હવે સોના ચાંદીની કિંમતને સમર્થન મળશે. જો હાલની કિંમતમાં ગોલ્ડમાં રોકાણ કરવામાં આવશે તો ફાયદો વધુ થશે. વિષેશજ્ઞનું માનવું છે કે 2021માં ગોલ્ડની કિંમત નિશ્ચિત રીતે વધશે. અનુમાન છે કે સોનાની કિંમત આ વર્ષે 63,000 રૂપિયાના સ્તરને પાર કરી દેશે. જો એવું થયું તો રોકાણકારોને તગડો ફાયદો થશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો