GSTV
Gujarat Government Advertisement

આ 10 નેચરલ ફૂડ ખાતા પહેલા સો વાર વિચારજો, ઝેરથી ભરેલા આ ખાદ્યપદાર્થો તમારા માટે બની શકે છે જીવલેણ

ફૂડ

Last Updated on March 22, 2021 by

હેલ્ધી અને લૉન્ગ લાઇફ માટે લોકો નેચરલ ફૂડ પર ભરોસો કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાંક નેચરલ ફૂડ તમારી ઉંમર વધારવાના બદલે ઝડપથી મોતના મુખ સુધી લઇને જાય છે. તેના બીજથી લઇને તેના પાનમાં ખતરનાક કેમિકલ અને ઝેરી પદાર્થ રહેલા હોય છે. તેથી તમને તેની ક્વોન્ટિટિ અને રેસિપી સાથે સાથે તેની પણ ખબર હોવી જોઇએ કે તેના કયા હિસ્સાને ખાવાથી તમારો જીવ જઇ શકે છે.

ચેરી

એક રિપોર્ટ અનુસાર, ચેરીના બીજ આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. તેની કઠણ ગોઠલી તમારા દાંત ખરાબ કરે છે, સાથે જ તેમાં રહેલુ સાયનોજૈનિક નામનું તત્વ ક્રશ થયા બાદ સાયનાઇડ નામના કેમિકલ કંપાઉંડમાં તબદિલ થઇ જાય છે. ‘બ્રિટિશ કોલંબિયા ડ્રિગ એંડ પૉયઝનસ ઇંફોર્મેશન સેંટર’ અનુસાર, ઝેરી તત્વોથી ભરેલી આ ગોઠલીને મોઢાથી તોડ્યા વિના આ સ્વાદિષ્ટ ફળની મજા લો.

પફર ફિશ

પફર ફિશને બ્લો ફિશ અથવા ફુગુ પણ કહેવામા આવે છે. આ માછલી જોવામાં એકદમ ખૂબસુરત લાગે છે. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ હેલ્થ અનુસરા, આ માછલીની ત્વચા અને અંગમાં ઝેરી તત્વો રહેલા હોય છે. તેમાં રહેલા ટેટ્રોડોટોક્સિન નામનું ઝેરી તત્વ તમારી માંસપેશીઓ પેરેલાઇઝ થઇ શકે છે અને શ્વાસની તકલીફના કારણે તમારી મોત પણ થઇ શકે છે.

કેસ્ટર ઑયલ

અનેક ગુણકારી તત્વોના કારણે કેસ્ટર ઑયલનો પ્રયોગ સ્કિન અને હેરને હેલ્ધી રાખવા માટે કરવામાં આવે છે. પરંતુ તે ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતા કોકોનટ અથવા ઑલિવ ઑયલથી બિલકુલ અલગ છે. સેંટર્સ ઑફ ડિસિઝ કંટ્રોલ એંડ પ્રીવેંશન અનુસાર, કેસ્ટર ઑયલ એક બીજમાંથી નીકળે છે જેમાં રાઇસિન નામનું ઝેરી તત્વ પણ સામેલ હોય છે. જર્નલ એનાલિટિકલ કેમેસ્ટ્રીના એક રિપોર્ટ અનુસાર, એક બીજમાંથી નીકળતુ રાઇસિન હજારો લોકોને મારવા માટે પૂરતુ છે. તેથી તમે કેસ્ટર ઑયલ ખરીદો તો તે જરૂર ચેક કરો કે ઉત્પાદનમાં સુરક્ષા માપદંડોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં.

શેલફિશ

શેલફિશ પણ ફૂડ એલર્જીને લગતી સમસ્યાઓ ઉભી કરી શકે છે. અમેરિકન કૉલેજ ઑફ એલર્જી અસ્થમા અને ઇમ્યોનોલોજી અનુસાર, શેલફિશ ખાનારા લોકો એલર્જીના કારણે સૌથી વધુ હોસ્પિટલમાં દાખલ થાય છે. તેને ખાધા બાદ મોટાભાગના લોકોને મોઢાની અલર્જી, ગળામાં ખરાશ અને પેટમાં દુખાવાની ફરિયાદ થાય છે. શ્વાસ લેવામાં તકલીફ અને ઉલ્ટી, શેલફિશના કારણે થતી એલર્જીના લક્ષણ છે. જો તેનો સમય રહેતા ઇલાજ કરવામાં ન આવે તો વ્યક્તિનું મોત થઇ શકે છે.

એલ્ડબેરી

આમ તો એલ્ડબેરી એક સુરક્ષિત ફૂડ છે, પરંતુ તેના પાન અને ડાળખી તમારી મુશ્કેલી વધારી શકે છે. સેંટર્સ ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રીવેંશન અનુસાર, એલ્ડબેરીના પાન અને ડાળખી પેટને લગતા વિકારનુ કારણ બની શકે છે. એલ્ડબેરી પેટમાં ગ્લાઇકોસાઇડને કોન્ટેક્ટ કરે છે જે પચ્યા બાદ સાયનાઇટમાં તબદીલ થઇ જાય છે. જો કે એક સારી વાત એ પણ છે કે કુકિંગ હીટ પર તે ખતરનાક તત્વ નાશ પામે છે. તેથી તમે તેમાંથી બનેલા જેમ, વાઇન કે ફૂડ ખાઇ શકો છો.

જંગલી બદામ

જો બદામનું નામ સાંભળીને તમારા મોઢામાં પાણી આવી રહ્યું છે તો તમને જણાવી દઇએ કે આપણે માર્કેટમાં મળતી મીઠી બદામ ખાઇએ છીએ, જંગલી નહીં. ઇન્ટરનેશનલ સ્કોલર્જી રિસર્ચ નોટિસિસ ટૉક્સિકોલોજી અનુસાર, જંગલી બદામ ખાવા લાયક બનાવવા માટે તેને એક ખાસ હીટ ટ્રીટમેંટ દ્વારા પ્રોસેસ્ડ કરવામાં આવે છે. તેમ છતાં બાળકોને 5-10થી વધુ બદામ ન ખાવી જોઇએ અને વયસ્કોએ 50થી વધુ બદામ ન ખાવી જોઇએ.

પાપડી

ઘણાં ઘરોમાં પાપડીનું શાક બનાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કાચી પાપડીમાં રહેલુ લાઇમામેરીન નામનું  તત્વ તેને ખાધા બાદ હાઇડ્રોજીન સાયનાઇટ નામના ઝેરી કેમિકલ રૂપે ડીકંપોઝ થાય છે. તેથી તેને સારી રીતે છોલીને, ધોઇને રાંધવી જોઇએ.

જાયફળ

ભારતીય ભોજનમાં જાયફળનો વધુ ઉપયોગ થાય છે. આયુર્વેદમાં પણ તેના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે. પરંતુ કેટલાંક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જાયફળના લેયર પર ઝેરી તત્વો હોય છે. જર્નલ ઑફ મેડિકલ ટોક્સિકોલોજીના રિપોર્ટ અનુસાર, આ તત્વ આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે, જેથી માથાનો દુખાવો, બેચેની અને ચક્કર આવવાની સમસ્યા વધી શકે છે.

મગફળી

ફૂડ

મગફળીને પણ ખૂબ જ હેલ્ધી ફૂડ માનવામાં આવે છે. શિયાળાની ઋતુમાં તો તેનું ખૂબ જ વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મગફળીથી ફૂડ એલર્જીની ફરિયાદ થઇ શકે છે. સેંટર્સ ફોક ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેંશન અનુસાર, મગફળીનું વધુ સેવન કરતા લોકો જીવનના કોઇ પડાવમાં ફૂડ એલર્જીનો શિકાર બની શકે છે. તેનાથી ઇન્ફ્લેમેશન અને ઇનાફાઇલેક્ટિક રિએક્શનની પણ સમસ્યા થઇ શકે છે. જો તમને ક્યારેય એલર્જીના લક્ષણ જોવા મળે તો ડોક્ટરનો સંપર્ક સાધો.

તજ

ફૂડ

જાયફળની જેમ જ તજ પણ દરેક રસોડામાં મળી જ જાય છે. વર્ષ 2012માં અમેરિકન એસોસિએશન ઑફ પૉયઝન કંટ્રોલ સેંટર્સે તેને લઇને એક ચેતવણી જારી કરી હતી. જો તજનો પાવડર શ્વાસ દ્વારા અંદર જાય તો તેનાથી તમારા ફેફસામાં બળતરા થઇ શકે છે. આ ઉપરાંત ઉલ્ટી અને ખાંસીની સમસ્યા થઇ શકે છે. તેથી તમારે તેને તમારા નાક સુધી જ સિમિત રાખવુ જોઇએ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો