GSTV
Gujarat Government Advertisement

મોદીના માનીતા લાહિરીને ભાજપે થોપી દીધા પણ સ્થાનિકો એટલા બગડ્યા કે કારમાંથી ઉતરી ના શક્યા, આખરે વીલા મોંઢે પાછા આવ્યા

લાહિરી

Last Updated on March 22, 2021 by

પશ્ચિમ બંગાળમાં નરેન્દ્ર મોદીના માનીતા અશોક લાહિરીને વિધાનસભાની ટિકિટ આપ્યા પછી બદલવાની ફરજ પડતાં ભાજપ શરમજનક સ્થિતિમાં મૂકાયો છે. કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ ચીફ ઈકોનોમિક એડવાઈઝર લાહિરીને ભાજપ માટે સૌથી સલામત મનાતી અલીપુરદ્વાર બેઠક પરથી ટિકિટ અપાઈ હતી. લાહિરી હાલમાં નાણાં પંચના સભ્ય છે.

લાહિરીને અલીપુરદ્વાર મોકલ્યા તો ભાજપના કાર્યકરોએ કર્યો ઉગ્ર વિરોધ

લાહિરીના નામની જાહેરાત થતાં સ્થાનિક નેતાઓએ પ્રભારી વિજયવર્ગીયને કહી દીધું કે, બહારના ઉમેદવારને માથે થોપી બેસાડાય એ કાર્યકરો નહીં ચલાવી લે. હાઈકમાન્ડે કાર્યકરોની લાગણીને અવગણીને લાહિરીને અલીપુરદ્વાર મોકલ્યા તો ભાજપના કાર્યકરોએ એટલો ઉગ્ર વિરોધ કર્યો કે, લાહિરી પોતાની કારમાંથી નીચે જ ના ઉતરી શક્યા ને વિલા મોંઢે તેમણે પાછા ફરવું પડયું. પ્રચંડ વિરોધ પછી ભાજપે લાહિરીને સ્થાને સ્થાનિક ઉમેદવાર સુમન કાનજીલાલને ટિકિટ આપી છે.

લાહિરીનું શું કરવું એ મુદ્દે ભાજપ મૂંઝવણમાં

લાહિરીનું શું કરવું એ મુદ્દે ભાજપ મૂંઝવણમાં છે. ભાજપે પાંચ બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. આ પૈકી એક બેઠક પર લાહિરીને ઉતારવા વિચારણા ચાલી રહી છે પણ અલીપુરદ્વારનું પુનરાવર્તન થાય તો ફરી નાક વઢાય તેની ભાજપને ચિંતા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો