GSTV
Gujarat Government Advertisement

કોવિડ માટે મીરા રાજપૂતે માર્યો સાસુ સુપ્રિયા પાઠકનો આ ફેમસ ડાયલોગ, હસી-હસીને લોટપોટ થયા ફેંસ

Last Updated on March 22, 2021 by

મીરા રાજપૂત બૉલિવૂડની ફેમસ સ્ટાર વાઈફ્સમાંથી એક છે. મીરા સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હવે મીરાએ એક ફની પોસ્ટ શેર કરીને ચાહકોનું દિલ જીતી લીધુ છે. મીરાની આ નવી પોસ્ટનું કનેકશન તેની સાસુ સુપ્રિયા પાઠક સાથે છે. પોતાના નવા અને મજેદાર પોસ્ટમાં મીરા કોરોના વાયરસની હાલની પરિસ્થિતીને લઈને વાત કરી રહી છે.

photo

મીરાએ માર્યો હંસાનો ડાયલોગ

આ પોસ્ટમાં મીરા રાજપૂતે જણાવ્યુ કે, તમે માસ્ક પહેરીને કોઈ અજાણી વ્યક્તિ સાથે કેવી રીતે મળો છો. મીરાએ પતિ શાહિદ કપૂર સાથે ફોટો શેર કરી છે, જેના પર એકટ્રેસ અને તેની સાસુ સુપ્રિયા પાઠકનો ફેમસ ડાયલોગ લખ્યો છે. મીરાના ફોટો પર લખ્યુ છે. – ”જયારે તમે કોઈ અજાણી વ્યક્તિને મળ્યા છો. હેલો હાવ આર ખાના ખા કે જાના. ” આ ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું ‘હું વાસ્તવિકમાં એકલી નથી.’

આ ડાયલોગ સુપ્રિયા પાઠકે પોપ્યુલર શૉ ખિચડીમાં હંસાનુ પાત્ર ભજવ્યુ હતું. આ હંસાનો ફેમસ ડાયલોગમાંથી એક છે. જયારે પણ હંસા કોઈ અજાણી વ્યક્તિને મળતી ત્યારે આ ડાયલોગ કહીને આમંત્રિત કરતી હતી.

શાહિદ કપૂર અને મીરા રાજપૂતે 2015માં લગ્ન કર્યા હતા. તેઓને બે બાળકો છે મીશા અને જૈન. શાહિદના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ફિલ્મ જર્સીમાં જોવા મળશે. આ ફિલ્મ દિવાળી 2021માં રીલીઝ થશે અને તેનો ક્લેશ અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ સંગ હશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો