Last Updated on March 22, 2021 by
આધાર કાર્ડના સતત વધી રહેલા મહત્વ વિશે તમે જાણતા જ હશો. તેવામાં આધારને લગતી તમામ જાણકારીઓને અપડેટ કરવા માટે UIDAIએ mAadhaar એપ બનાવી છે જેના દ્વારા તમે 1 જ ક્લિક પર 35 જાણકારી મેળવી શકો છો. આ એપનો ઉપયોગ કરવાથી તમારો ઘણો સમય બચી જશે અને આવવા-જવાનો ખર્ચ પણ નહીં થાય.
mAadhaarમાં શું છે ખાસ
આધારને લગતી સમસ્યાઓ માટે આધાર સેવા કેન્દ્રના ધક્કા ખાવાની હવે જરૂર નથી. આધાર કાર્ડ ફરીથી છપાવવા, એડ્રેસ અપડેટ કરવા, ઑફલાઇન ઇ-કેવાયસી, ક્યૂઆર કોડશૉ અથવા સ્કેન કરવા, આધાર વેરિફિકેશન, મેલ/ફીમેલ વેરિફિકેશન જેવી 35 સેવાઓનો લાભ mAadhaar એપ દ્વારા લઇ શકાય છે. તેના માટે બસ તમારી mAadhaar એપ ડાઉનલોડ કરવાની છે અને પછી તમારી ઘણી સમસ્યાઓનું નિવારણ ઘરેબેઠા જ આવી જશે.
mAadhaar એપને આ રીતે કરો ડાઉનલોડ
ગૂગલના પ્લે સ્ટોરથી mAadhaar એપને સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. તે બાદ આ એપ દ્વારા સરકારી સુવિધાઓનો લાભ લઇ શકાય છે. આ એપનો હેતુ લોકોની તે પરેશાનીઓ દૂર કરવાનો છે જે તેમને વારંવાર આધાર કેન્દ્રના ધક્કા ખાવામાં થાય છે. ડિજિટલ ઇન્ડિયાના આ દૌરમાં મોટાભાગના કામ ઑનલાઇન જ કરવામાં આવે છે. આ ક્રમમાં આ mAadhaar એપ પણ બનાવવામાં આવી છે. mAadhaar એપને હજારો-લાખો લોકો યુઝ કરે છે અને ઘરે બેઠા જ તમારી જાણકારી UIDAIમાં અપડેટ કરે છે.
આધાર સાથે પેન લિંક કરાવવાની અંતિમ તારીખ નજીક
જો તમે 31 માર્ચ 2021 સુધી તમારા આધાર કાર્ડને પેન સાથે લિંક ન કરાવ્યું તો તમને ભારે પડી શકે છે. અંતિમ તારીખ પહેલા આ કામ નહીં કરો તો તમારા આધાર કાર્ડને ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. આ ઉપરાંત જ્યારે તમે ડિએક્ટિવેટ કાર્ડને એક્ટિવેટ કરાવવા જશો તો તમારી પાસેથી 10 હજાર રૂપિયા સુધીનો દંડ પણ વસૂલવામાં આવી શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31