GSTV
Gujarat Government Advertisement

નવો નિયમ / ગાડીમાં આ કામ કરતા ઝડપાયા તો ભરવો પડશે 10 હજારનો દંડ અને ખાવી પડશે જેલની હવા, ટુ-વ્હિલર ચાલકોને તો….

Last Updated on March 22, 2021 by

ટ્રાફિક નિયમોનુ પાલન નહિ કરનારાઓ માટે મોટા સમાચાર છે. વાહન ચલાવતા સમયે ટ્રાફિક નિયમોનું પાલન ન કરવુ ચતમને ભારે પડી શકે છે. તમને 1 વર્ષની જેલ થઈ શકે છે અને તેની સાથે જ 10 બજાર રૂપિયાનો ધરખમ દંડ પણ ભરવો પડી શકે છે. આ સંબંધમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ચેતવણી જારી કરતા આવુ ન કરવાની સલાહ આપી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જાણકારી આપતા કહ્યુ કે, સાર્વજનિક સ્થાન પર રેસિંગ અને સ્પીડમાં વાહન ચલાવતા ઝડપાયા તો પકડાઈ જવા પર પહેલીવાર નિયમનો ભંગ કરવા પર 5000 રૂપિયાનુ ચલણ અને 3 મહિનાની જેલની સડજા થઈ શકે છે. અને આગળ પણ આ નિયમનું ફરીથી ઉલ્લંઘન કરતા ઝડપાયા તો 10 હજાર રૂપિયોનો દંડ અને 1 વર્ષની જેલ થઈ શકે છે. પરિવહન મંત્રાલયે જાણકારી આપતા કહ્યુ કે, સ્પીડ રોમાંચ જગાવે છે પરંતુ મોત પણ આપે છે!

તે ઉપરાંત મોટર વાહન અધિનિયમની કલમ 185 અનુસાર જો તમે કારમાં દારૂ પીતા ઝડપાઈ જાઓ છો તો એવુ કરવા પર પહેલીવાર 10 હજાર અથવા 6 મહિનાની જેલ થઈ શકે છે. અને બીજીવાર આવી ભૂલ કરવા પર 2 વર્ષની જેલ અને 15 હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.

ડ્રાઈવિંગ સંબંધિત દસ્તાવેજોની સોફ્ટ કોપી

નવા ટ્રાફિક રુલ્સ અંતર્ગત વાહન ચાલકે પોતાના તમામ દસ્તાવેજોને મોબાઈલ પર સ્ટોર કરવા પડશે. જેથી તેઓએ કોઈપણ દસ્તાવેજ ભૌતિક રીતે પોતાની સાથે નહિ રાખવા પડે. જો ટ્રાફિક પોલિસ ડ્રાઈવિંગ સાઈસન્સ અથવા અનેય દસ્તાવેજ માંગે તો વાહન ચાલક સોફ્ટ કોપી બતાવી શકે છે.

સડક સૂરક્ષા નિયમ 2020

  • નવા કાયદા હેઠળ ડ્રાઈવિંગ લાઈસન્સ નિયમોના ઉલ્લંઘન કરનારા લોકો પર 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. રસ્તા પર સ્પીડમાં ગાડી ચલાવવા પર 1,000 થી 2,000 રૂપિયાનો દંડ લાગશે.
  • સડક સૂરક્ષાના નિયમ હેઠળ જો કોઈ નાબાલિક ગાડી ચલાવતા ઝડપાશે તો તેને 25 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે અને તેની ગાડીનું રજીસ્ટ્રેશન રદ્દ કરાશે અને નાબાલિકનું ડ્રાઈવિંગ લાઈસન્સ 25 વર્ષની ઉંમર સુઘી નહિ બની શકે.
  • New Traffic Rules અંતર્ગત હવે જે લોકો ડ્રાઈવિંગ કરતા સમયે મોબાઈલ પર વાત કરનારા, ટ્રાફિક જમ્પ કરનારા , ખોટી દિશામાં ડ્રાઈવ કરનારા, ખતરનાક ડ્રાઈવિંગ કરનારા લોકો અને વગર કારણે ટ્રાફિક જામ કરનારા લોકોએ ભારે દંડ ભરવો પડશે.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો