GSTV
Gujarat Government Advertisement

જલ્દી કરો / GoAir નો સમર સેલ, વેબસાઈટ પરથી ટિકિટ બુક કરાવવા પર મળશે આ લાભ, આ સૂવિધાઓ માટે નહિ ચૂકવવા પડે એકસ્ટ્રા પૈસા

Last Updated on March 22, 2021 by

વિમાન કંપની GoAirએ પોતાની સમર સેલની યોજનાની જાહેરાત કરી છે. સસ્તા દર પર લોકોને હવાઈ મુસાફરી કરાવવવાની યોજના માટે બુકિંગ 22 માર્ચથી શરૂ થશે જે 26 માર્ચ સુધી ચાલશે. આ ઓફરમાં જયાં ફલાઈટ બુકિંગની અવધિ માત્ર 5 દિવસની રહેશે. તો યાત્રાની અવધિ 22 માર્ચથી 30 જૂન સુધી રહેશે અને આ દરમ્યાન યાત્રિઓને વિશેષ સુવિધાઓ આપવામાં આવશે.

વિમાન કંપની દ્વારા જારી નિવેદમ અનુસાર ગ્રાહકોની જરૂરીયાતોનું વિશ્લેષણ બાદ આ સુવિધાઓને તૈયાર કરવામાં આવી છે. એરલાઈને કહ્યું કે, આ સૂવિધાઓમાં પ્રથમ તેમજ મહત્વપૂર્ણ વાત એ છે કે, યાત્રિ પોતાની સાથે લઈ જનારા સામાનનો વજન નિર્ધારીત વજનથી 5 કિલો વધારે રાખી શકે છે. જે માટે તેને કોઈપણ વધારાનો ખર્ચ નહિ કરવો પડે.

ટિકિટની તારીખમાં બદલાવ કરવાની સૂવિધા

એ જોવામાં આવ્યુ છે કે, ગ્રાહકોને વધારે સામાનની ચેલેન્જનો સામનો કરવો પડે છે અને આ સીઝનમાં વધારે સામાન લઈ જવા માટે તેમની માટે એક આદર્શ વિકલ્પ છે. એરલાઈન મુજબ ગ્રાહકોને એ વાતની પણ સૂવિધા આપવામાં આવશે કે તે પોતાની ટિકિટની તારીખમાં સુધારો કરવા ઈચ્છે તો તેનો લાભ મળશે અને તેઓએ એ સુવિધા માટે કોઈપણ ચાર્ડ ચૂકવવો પડશે નહિ.

માફ કરાશે સર્વિસ ચાર્જ

આ સુવિધા અમારા સમમ્માનિત ગ્રાહકોને તેની ગ્રીષ્મકાલીન યાત્રાની યોજના બનાવવા અને સુધારો કરી ફરીથી યોજના બનાવવામાં સક્ષમ બનાવશે. તે ઉપરાંત એરલાઈને તે ગ્રાહકો માટે સૂવિધાનો ચાર્જ માફ કર્યો છે જે એરલાઈન તમામ પ્રત્યક્ષ ચેનલો (વિમાન કંપનીની વેબસાઈટ) ના માધ્યમથી પોતાની ટિકિટ બૂક કરાવે છે.

વેબસાઈટ પરથી સર્વિસ ચાર્જ માફ

GoAir ની વેબસાઈટ અનુસાર જો તમે આ સમર સેલની સ્કીમમાં તહચ કંપનીની વેબસાઈટ પરથી ટિકિટની બુકિંગ કરાવો છો તે તમારે સર્વિસ ચાર્જના પૈસા નહ્ આપવા પડે. ઉદાહરણ તરીકે, દિલ્લીથી પટના માટે એક વ્યક્તિની ટિકિટ જો 3800 રૂપિયા થાય છે તો તેમાં લગભગ 300 રૂપિયા સર્વિસ ફી હોય છે. જો મે કંપનીની વેબસાઈટ પરથી સમર સેલ હેઠળ ટિકિટની બુકિંગ કરાવી છે તો તે નોન રિફંડેબલ ફી માફ થઈ જશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો